ભગવાન જગન્નાથજીનું માસોળમાં મામેરૂ થયું, સરસપુર ગામ બન્યું યજમાન
સરસપુર ગામના લોકોએ સાથે મળીને ભગવાનનું મામેરું કર્યું છે. આ વખતે કોરોના વાયરસને કારણે ભક્તોને દર્શનનો લાભ મળ્યો નથી.
આશ્કા જાની/અમદાવાદઃ આગામી અષાઢી બીજના રોજ (23 જૂન)ના દિવસે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે આજે ભગવાનના મોસાળ સરસપુરના રણછોડ મંદિર ખાતે મામેરુંનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના સંકટ વચ્ચે આખું સરસપુર ગામ મામેરાનું યજમાન બન્યું હતું.
સરસપુર ગામના લોકોએ સાથે મળીને ભગવાનનું મામેરું કર્યું છે. આ વખતે કોરોના વાયરસને કારણે ભક્તોને દર્શનનો લાભ મળ્યો નથી. અહીં માત્ર ભગવાનના મામેરાનું જ આયોજન કરવામાં આવ્યું છે. હજુ આ વર્ષે રથયાત્રા કેવી રીતે યોજાશે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. હાલ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
[[{"fid":"268621","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રથયાત્રા અંગે કોઈ નિર્ણય લેવાયો નથીઃ પ્રદીપસિંહ જાડેજા
આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા. રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube