આશ્કા જાની, અમદાવાદ: અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા પર નિકળ્યા ન હતા અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી હતી. રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આજે ભગવાન જગન્નાથજી વિધિવત રીતે પોતાના ગાદી પર બિરાજમાન થશે. કહેવાય છે કે ભગવાનને પણ નજર લાગે છે અને નજર ઉતારવાની વિધિ પણ આજે જ કરવામાં આવે છે જોકે ભગવાનને રાતવાસો ભારતમાં જ કરવો પડી રહ્યો છે. કારણ કે તેમના પત્ની રૂક્ષ્મણીજી રિસાઈ ગયા છે અને જેમને મનાવીને જ બાદમાં તેઓ પોતાના નામ મૂળ સ્થાન પર બિરાજમાન થશે.


પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે આ વર્ષે ભગવાનના દર્શનનો લ્હાવો ભક્તજનો વિવિધ નિયમાધિન રહી મેળવી શક્યા હતા. મંદિર પરિસરમાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોના પાલન સાથે નગરજનો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાના કારણે પૂરતી કાળજી રાખવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ભક્તોને વારાફરતી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર પ્રાંગણમાં પ્રવેશતી વેળાએ જ ભક્તો ભગવાનનો જયઘોષ કરતા હતા જેથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પોતાના પ્રાણપ્યારા ભગવાનની મૂર્તિના દર્શન કરી ઘણા ભક્તો ભાવવિભોર બન્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube