આશકા જાની/ અમદાવાદ: 144 ની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે સરસપુર રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાના દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં ભગવાનની મહારાષ્ટ્રીયન સ્ટાઇલની પાઘડી, બંગાળી સ્ટાઇલના ઘરેણા, હીરાના, ઝવેરાતના ઘરેણા તેમજ સુભદ્રાજીને પાર્વતી શ્રીંગાર અર્પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે 144 મી રથયાત્રાના મામેરાના યજમાન સરસપુરના રહેવાસી ઠાકોર પરિવારે છેલ્લા 40 વર્ષ જેઓ મામેરાની રાહ જોઈ તેઓ આ વખત જગમોહનનું મામેરુ કરશે. 144 મી રથયાત્રામાં આ અવસર તેમના આંગણે આવ્યો છે. ત્યારે તેમનામાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો:- અમદાવાદીઓને મળ્યા સ્પુતનિક V વેક્સીનના ડોઝ, જાણો એક ડોઝની કેટલી છે કિંમત


આ વર્ષે અગીયારસના દિવસે મામેરું દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. જેમાં ઓનલાઈન દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાનના વાઘા રજવાડી અને મહારાષ્ટ્ટી સ્ટાઇલ વાઘા લીલા, કેસરી અને વાદળી રંગના વાઘા છે અને પેસ્વાઈ સ્ટાઇલની પાઘ છે. સોનાની વિટીઓ અને બુટી તેમજ ચાંદી કંદોરો તેમજ પાર્વતીનો શણગાર પણ અર્પણ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું


રથયાત્રા નીકળે તેવી સરસપુર વાસીઓની સરકાર પાસે માંગ છે. સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાને લઈ પણ સરકારના આદેશ મુજબ તૈયારીઓ કરવામાં આવશે. જો કે, ગત વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ભક્તો મામેરાના દર્શનથી વંચિત રહી ગયા હતા, પરંતુ આ વખતે તો એ ભગવાનનું મામેરું નિહાળ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube