અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના નવા 146 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં 17 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે વધુ 4 લોકોના મૃત્યુ પણ થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 29 હજાર 490 કેસ નોંધાયા છે. તો કોરોનાથી અત્યાર સુધી 1671 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 24422 છે. તો નવા કેસની સાથે અમદાવાદ શહેરમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા પણ વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મહાનગર પાલિકાએ વધુ 23 વિસ્તારને કન્ટેઈન્મેન્ટ જાહેર કર્યાં છે, તો અગાઉના 15 વિસ્તારને બાકાત કરવામાં આવ્યા છે. આમ શહેરમાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 248 પર પહોંચી ગઈ છે. એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજીતરફ માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. 


[[{"fid":"277977","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઇસનપુરના સમ્રાટનગરમાંથી મળ્યા સામુહિક કેસ
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારના સમ્રાટનગરમાં કોરોનાના સંક્રમણના પ્રસારની શંકાને કારણે કોર્પોરેશને આ સમગ્ર વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરી દીધો છે. અહીં આશરે 5000 જેટલી વસ્તી છે. આજે ત્યાં 10 ટીમો મુકીને સેમ્પલીંગ લેવામાં આવ્યા હતા. મનપાએ આજે 732 સેમ્પલની ચકાવણી કરી જેમાં 28 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. હાલ આ બધા દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મનપાને અહીં વધારે પોઝિટિવ કેસ હોવાની શંકા છે. ત્યારે એએમસીએ એક ઘરમાંથી ઓછામાં ઓછા એક સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube