ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 148મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતાં 19 વર્ષનાં કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરિક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં. એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગભીર ઈજા થઈ. સ્થિતી ગંભીર હોવાથી પ્રથમ વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી માતૃત્વ લજવાયું, પાપ છુપાવવા જનેતાએ નવજાત શિશુને કચરામાં ફેંક્યું!


સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 02-04-2024 ના રોજ તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા. કિશનભાઈના પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી કિશનભાઈ, તેમના બે ભાઇ બહેન સાથેના પરિવારનું ખેતી કામ કરી ઘર ચલાવતા. બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ કિશનભાઇ ના માતા ગીતાબેન ગિરધરભાઇ પરમારને સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમે દ્વારા અંગદાન વિષે સમજાવ્યું. માતા ગીતાબેન પરમારે  કાળજા પર પથ્થર મુકી ભારે હૈયે દિકરા કિશનનાં અંગોના દાન થકી બીજા ચાર જરૂરિયાતમંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.


આતિશીના મોટા ધડાકા વચ્ચે AAP માટે રાહત, 6 મહિનાથી જેલમાં બંધ આ નેતાને મળ્યા જામીન


આ સમગ્ર ઘટના વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આપણા સૌના પેટ ભરવાનું કામ કરતા જગતનાં તાત અંગદાતા ખેડૂત પરિવારે આજે ચાર વ્યકિતઓને અંગદાન થકી જીવનદાન આપવાનું મહાદાન કર્યુ છે. આજે આ પ્રસંગે અન્નદાતા ખેડૂત  પરિવારનાં તેમના અંગદાન મહાદાનનાં પરોપકારી નિર્ણય માટે આપણે સૌ રૂણી છીએ. 


18 રૂપિયાવાળો શેર 324નો થયો, રોકાણકારોને એટલું રિટર્ન મળ્યું કે રૂપિયાના કોથળા ભરાયા


સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 148 અંગદાતાઓ થકી કુલ 477 અંગોનું દાન મળેલ છે. જેના થકી 460 વ્યકિતઓને જીવનન મળ્યું છે.


Jio New Recharge Plan: માત્ર 234 રૂપિયામાં 56 દિવસ સુધી Unlimited Calling અને ડેટા