AAP નેતા આતિશીનો મોટો ધડાકો, દાવો કરતા કહ્યું- ભાજપે મોકલી ઓફર, આ 4 નેતાઓ પણ જેલમાં જશે

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, "મારા ખુબ નજીકની વ્યક્તિના માધ્યમથી મને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે આપના આ નેતાને જામીન પણ મળી ગયા છે. 

AAP નેતા આતિશીનો મોટો ધડાકો, દાવો કરતા કહ્યું- ભાજપે મોકલી ઓફર, આ 4 નેતાઓ પણ જેલમાં જશે

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, "મારા ખુબ નજીકની વ્યક્તિના માધ્યમથી મને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો. મને એ કહેવાયું કે કાં તો હું ભાજપમાં જોડાઈ જાઉ અને મારી રાજકીય કારકિર્દી બચાવી લઉ, અને જો ભાજપમાં ન જોડાઈ તો આવનારા એક મહિનામાં મારી ધરપકડ કરી લેવાશે. તેમણે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં આમ આદમી પાર્ટીના કેટલાક વધુ નેતાઓની ધરપકડ થઈ શકે છે." આતિશીએ કહ્યું કે "પ્રધાનમંત્રી અને ભાજપે પોતાનું મન બનાવી લીધુ છે. તેઓ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને કચડવા માંગે છે. ખતમ કરવા માંગે છે." 

આતિશીએ વધુમાં કહ્યું કે "આમ આદમી પાર્ટીની સીનિયર લિડરશીપ કસ્ટડીમાં છે. પરંતુ રવિવારે રામલીલા મેદાન પર લાખો લોકોના આવવાથી અને રસ્તા પર આમ આદમી પાર્ટીના સંઘર્ષ બાદ ભાજપ આવનારા સમયમાં અમારા ચાર મોટા નેતાઓને જેલમાં નાખશે. આવનારા  કેટલાક દિવસોમાં મારા આવાસ પર ઈડીની રેડ પડશે. મારા સંબંધીઓ અને પરિજનોના ઘરે રેડ પડશે. અમને બધાને સમન મોકલવામાં આવશે અને પછી ધરપકડ કરાશે."

— ANI (@ANI) April 2, 2024

આપ નેતા આતિશીએ કહ્યું કે ભાજપનો ઈરાદો આવારા 2 મહિનામાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વધુ 4 નેતાની ધરપકડ કરવાનો છે. તેઓ મારી ધરપકડ કરશે, સૌરભ ભારદ્વાજની ધરપકડ  કરશે, દુર્ગેશ પાઠકની ધરપકડ કરશે અને રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે. અમને બધાને જેલમાં નાખવાની યોજના ઘડવામાં આવી રહી છે. 

ભાજપ પર આકરા પ્રહારો કરતા આતિશીએ કહ્યું કે, "હું આજે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે અમે તમારી ધમકીઓથી ડરવાના નથી. અમે ભગત સિંહના ચેલા છીએ. કેજરીવાલના સિપાઈ છીએ. જ્યાં સુધી આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરના છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી અમે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આ દેશને બચાવવાનું કામ કરતા રહીશું. આપના દરેક વિધાયકને,  દરેક વ્યક્તિને જેલમાં નાખી દો. તેમની જગ્યાએ વધુ 10 લોકો આ લડાઈને લડવા માટે આવી જશે." 

ઈડીએ જાણી જોઈને લીધા નામ
ઈડી દ્વારા પોતાનું નામ લેવાયા બાદ આતિશીએ કહ્યું કે "આ બિલકુલ શક્ય છે કારણ કે કાલે ઈડીએ સૌરભ ભારદ્વાજ અને મારું નામ કોર્ટમાં લીધુ. એક એવા નિવેદનના આધારે અમારું નામ લીધુ, જે નિવેદન ઈડી અને સીબીઆઈ પાસે દોઢ વર્ષથી છે. આ નિવેદન સીબીઆઈની ચાર્જશીટમાં છે અને ઈડી પાસે છે. તો આ નિવેદનને હવે ઉઠાવવાનો અર્થ શું?"

— ANI (@ANI) April 2, 2024

આ અગાઉ કોર્ટમાં ઈડીએ કેજરીવાલની સામે અનેક મહત્વની વાતો કરી હતી. ઈડીના દાવા મુજબ કેજરીવાલે વિજય નાયર વિશે જણાવ્યું હતું કે આ મારો માણસ છે, તેના પર ભરોસો કરો. ઈડીએ દાવો કર્યો કે આ સમગ્ર ષડયંત્રને વિજય નાયર અને કેટલાક લોકોએ સાઉથ ગ્રુપ સાથે મળીને અંજામ આપ્યો. ઈડીના દાવા મુજબ વિજય નાયર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ત્યારના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા માટે કામ કરતા હતા. 

અત્રે જણાવવાનું કે દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં કેજરીવાલ ઘેરાયેલા છે. આ કથિત કૌભાંડાં તેમની ભૂમિકાની તપાસ અંગે ઈડીએ કેજરીવાલને 9 સમન મોકલ્યા હતા. ઈડીએ પહેલું સમન ગત વર્ષ 2 નવેમ્બરે મોકલ્યું હતું. પરંતુ કેજરીવાલ હાજર થયા નહીં. 21 માર્ચે કેજરીવાલે ધરપકડથી રાહત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યારબાદ તે દિવસે સાંજે 7 વાગે ઈડીની ટીમ 10મું સમન લઈને કેજરીવાલના ઘરે પહોંચી હતી. ઈડીની ટીમે કેજરીવાલને બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરાઈ હતી. 

કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે જે પદ પર રહેતા ધરપકડ કરાયા છે. બીજા જ દિવસે રાઉજ એવન્યુ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા. 28 માર્ચના રોજ કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી રિમાન્ડમાં મોકલ્યા હતા. હવે સોમવારે રાઉજ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા.

— ANI (@ANI) April 2, 2024

સંજય સિંહને મળ્યા જામીન
આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી માટે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપી દીધા છે. દિલ્હી દારૂ નીતિ સંબંધિત કૌભાંડ કેસમાં તેઓ 6 મહિનાથી જેલમાં હતા. કોર્ટના ચુકાદા મુજબ સંજય સિંહ રાજનીતિક ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news