અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના 44 અને અમદાવાદમાં અત્યાર સુધી 15 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો હાલ અમદાવાદ જિલ્લામાં 3857 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. સરકારી હોસ્પિટલમાં 164 અને ખાનગી હોસ્પિટલમાં 25 દર્દીઓ આઈસોલેશન અને સારવાર હેઠળ છે. આ તમામ માહિતી અમદાવાદના જિલ્લા કલેક્ટરે આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, જીવનજરૂરી વસ્તુઓની હેરાફેરીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, જીવનજરૂરી વસ્તુઓની કાળા બજારી કરનાર સાનમે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકાશે. આવા લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. 


રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ આવ્યો સામે, રાજ્યમાં પીડિતોનો આંકડો 44 પર પહોંચ્યો  


અમદાવાદ જિલ્લા માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ
કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. આ મટે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ જિલ્લા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વ્યક્તિગત સમસ્યાઓ માટે પણ લોકો લોક કરી શકે છે. કલેક્ટરે કહ્યું કે, વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના પણ કોલ આવી રહ્યાં છે. મજૂર લોકોને 20 હજાર ફુડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. આજે પણ 10 હજાર ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર