અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે. આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર ત્રણ દિવસીય મહોત્સવને લઈને ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ સહિત દેશના તમામ પ્રાંતોના ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાથે આવશે ત્યારે અર્બુદા માતાજીના આ યોજનારા રજત જયંતિ મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના ગામડામાંઓ માંથી ચૌધરી સમાજના યુવાનો બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં અર્બુદા માતાજીનાં સંઘ સાથે પાલનપુર અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે..ત્યારે આજે 25 હજાર લોકો સંઘ સાથે પગપાળા અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા.


ફેબ્રુઆરી માસની ત્રણ ચાર અને પાંચ તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે, જેમાં અલગ અલગ પ્રાંતો માંથી ચૌધરી સમાજના લોકો દર્શનારથી આવશે અંદાજે 15 લાખ જેટલા લોકો આ મહોત્સવમાં ભાગ લેશે અને માં અર્બુદાના દર્શન કરશે. બનાસકાંઠા ચૌધરી સમાજ દ્વારા ગોળ અને ઝલા પ્રમાણે અર્બુદા માતાનો રથ લઈને છેલ્લા કેટલાય સમયથી ચૌધરી સમાજના લોકો પદયાત્રા કરીને પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે આવે છે. ત્યારે પોતાના રથ સાથે બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પારંપારિક વસ્ત્રો સાથે ગરબે ઘુમીમાં અર્બુદા શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે. 


અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લોકો શું વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી અવિરત હજારો ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પગપાળા પાલનપુર શક્તિપીઠ અર્બુદાધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે 30થી વધુ ગામના 25 હજાર જેટલા લોકો પગપાળા પાલનપુર અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા. 


રજત જયંતિ મહોત્સવ માતાજીના સહસ્ત્ર 108 કુંડી યજ્ઞની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારો સુખ શાંતિ બની રહે સમાજ વ્યસન મુક્ત થાય સમાજની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય કુરિવાજો દૂર થાય તે ઉદ્દેશથી માતાજીના આ યજ્ઞનું આયોજન કરાયું છે. બનાસડેરીના પૂર્વ ચેરમેન અને આ યજ્ઞ કમિટીના ચેરમેન પરથીભાઇ ભટોળ તેમજ ચૌધરી સમાજના પ્રમુખ કેશરભાઈ ભટોળ,સહિત દિલ્હી મહાસભાના પ્રમુખ વીરજીભાઈ જુડાળ દ્વારા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.


પાલનપુર અર્બુદાધામ ખાતે યોજાનાર ત્રિદિવસીય મહાયજ્ઞમાં સમગ્ર દેશમાંથી ચૌધરી સમાજના લોકો સહિત અનેક સમાજના લોકો આવશે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ અને અન્ય રાજ્યોના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. જેને લઈને હાલથી જ અર્બુદાધામમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.