વડોદરા: વેપારીને કસ્ટમનાં અધિકારીની ઓળખ આપી 15 લાખ રૂપિયાની લૂંટ
શહેરનાં અલકાપુરી વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વડોદરાનાં મની એક્સચેન્જનો ધંધો કરતા વેપારીને આંતરિને લૂંટી લીધો હતો. લૂંટારૂઓએ કસ્ટમનાં અધિકારી તરીકેની ઓળખ આપીને વેપારીને ઉભો રાખ્યો હતો. ત્યાર બાદ તેની પાસે રહેલો થેલો 15 લાખ રોકડા ભરેલી બેંગ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બાઇક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરનાં અલકાપુરી વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વડોદરાનાં મની એક્સચેન્જનો ધંધો કરતા વેપારીને આંતરિને લૂંટી લીધો હતો. લૂંટારૂઓએ કસ્ટમનાં અધિકારી તરીકેની ઓળખ આપીને વેપારીને ઉભો રાખ્યો હતો. ત્યાર બાદ તેની પાસે રહેલો થેલો 15 લાખ રોકડા ભરેલી બેંગ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બાઇક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
બાળકોને ઇંડા આપવાનો કોઇ પાયલોટ પ્રોજેક્ટ મુકાયો જ નથી: સરકારની સ્પષ્ટતા
મની એક્સચેન્જના વેપારી પાસેથી 10 હજાર ડોલર અને 7000 પાઉન્ડની લૂંટ થઇ હતી. જે ભારતીય રૂપિયા પ્રમાણે 13.50 લાખની લૂંટ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાંનાકાબંધી કરીને તપાસ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ આદરી છે, લૂંટનાં સીસીટીવી પણ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે ક્રિકેટની ઘટના કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube