બાળકોને ઇંડા આપવાનો કોઇ પાયલોટ પ્રોજેક્ટ મુકાયો જ નથી: સરકારની સ્પષ્ટતા
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: રાજ્યના મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યની કોઈ આંગણવાડીમાં અતિકુપોશિત બાળકોના પોષણ માટે ઇંડા આપવાની કોઈ યોજના છે જ નહિ. આવો પાયલોટ પ્રોજેક્ટ કોઈ જિલ્લામાં કરવામાં આવ્યો નથી. તેમણે દાહોદ જિલ્લાની આંગણવાડીના અતિકૂપોષિત બાળકોને ઇંડા પોષક આહાર તરીકે આપવાના પાયલોટ પ્રોજેક્ટ અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલોના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આંગણવાડીના બાળકોને કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ ટેઇક હોમ રાશન અને આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ પોષક આહાર તરીકે આપવામાં આવે જ છે.
મધ્યાન ભોજન યોજનામાં પણ સરકાર સાથે સ્વૈચ્છિક દાતાઓ તિથિ ભોજન અંતર્ગત સાત્વિક પોષક આહાર આપે છે. આંગણવાડીઓમાં જન ભાગીદારીથી પણ ફળ, કઠોળ, સુખડી, શીરો, રાગી લાડુ વગેરે પૂરક પોષણ અપાય જ છે એટલે ઇંડા આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં અહિંસા અને જીવદયાની કરુણા સંવેદના સાથે કાર્યરત રાજ્ય સરકાર આવી ઇંડા આપવાની કોઈ જ યોજના અમલી બનાવશે નહિ જ એમ મહિલા બાળ કલ્યાણ મંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે