ભરૂચથી જામનગર જતી લકઝરી બસ પલ્ટી, 10થી વધુ લોકો ઘાયલ
નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લકઝરી બસ નંબર GJ-14-Z-0090 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. તે દરમિયાન લકઝરી બસ એકાએક પલ્ટી મારી જતા બસમાં મીઠી નિંદર માણી રહેલ મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો.
ભરૂચ: ભરૂચ નર્મદા ચોકડી ખાતે મોડી રાત્રે જામનગર તરફ જતી એક લકઝરી બસ પલ્ટી ખાઈ જતા બસમાં સવાર ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વધુમાં વાંચો: પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન
ગત મોડી રાતે નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લકઝરી બસ નંબર GJ-14-Z-0090 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. તે દરમિયાન લકઝરી બસ એકાએક પલ્ટી મારી જતા બસમાં મીઠી નિંદર માણી રહેલ મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો. બસ પલ્ટી ખાતા સર્જાયેલ આ અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા.
વધુમાં વાંચો: શારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય
પોલીસ તેમજ એકત્રિત લોક ટોળાએ રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની ના નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત અંગે સી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.