શારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા શારીરિક અત્યાચાર અને અન્ય અપરાધોમાં બોગ બનનારી મહિલાઓ-અસરગ્રસ્તોને 'વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018'માં અપાતી સહાયની રકમમાં ધરખમ વધારો કરાયો છે અને રૂ.5 થી 10 લાખ સુધીનું વળતર ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે, અગાઉ આ યોજના હેઠળ રૂ. 50 હજારથી રૂ. 3 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતું હતું 

  • હત્યા અને સામૂહિક બળાત્કારઃ લઘુત્તમ રૂ.૫ લાખ અને મહત્તમ રૂ.૧૦ લાખનું વળતર
    બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ અત્યાચારઃ લઘુત્તમ રૂ. ૪ લાખ અને મહત્તમ રૂ. ૭  લાખનું વળતર 
    સળગાવી દેવી કે એસિડ એટેકઃ શારીરિક કદરૂપતામાં રૂ.7થી 8 લાખ સુધીનું વળતર
    અનુ. જાતિ/જનજાતિઃ પ્રવર્તમાન યોજના ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય અપાશે 

Trending Photos

શારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય

હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા જાતીય હિંસા તથા અન્ય ગુનાઓમાં ભોગ બનનારી મહિલાઓ- અસરગ્રસ્તોને સહાયરૂપ થવા 'વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018'નો નવતર અભિગમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હત્યા અને સામૂહિક બળાત્કાર જેવા કિસ્સામાં ઓછામાં ઓછું રૂ. 5 લાખ અને વધુમાં વધુ રૂ. 10 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ આ યોજના હેઠળ રૂ. 50 હજારથી રૂ. 3 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતુ હતું. માનવ તસ્કરીનો ભોગ બનેલા કિસ્સામાં ઓછામાં ઓછું વળતર રૂા.૫૦ હજાર અને વધુમાં વધુ રૂા.૧ લાખનું વળતર ચૂકવાશે. આ સાથે જ, અનુ. જાતિ/જનજાતિનાં પીડીતને રાજ્ય સરકારની પ્રવર્તમાન યોજના હેઠળ મળતી સહાય ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળવાપાત્ર રહેશે.
 
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં આવનારી આ નવી વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018થી હવે લીંગભેદ વગર તમામ અસરગ્રસ્તોને મૃત્યુના કિસ્સામાં, ગેંગ રેપનો ભોગ બનનારના કિસ્સામાં, એસિડ એટેકના કિસ્સામાં તેમજ શરીરના કોઇ અંગ કે ભાગ ગુમાવવાને કારણે કાયમી અશક્તતાના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવશે. ઉપરાંત POCSO  Act હેઠળના પીડિત સહિત સગીર બાળકોના કિસ્સામાં આ યોજના હેઠળ રકમના 50% વધુ રકમ વળતર તરીકે ચુકવવામાં આવશે. સાથે જ પીડિતને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ રૂ. ૩ લાખ સુધીની મર્યાદામાં વિના મૂલ્યે તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. 

ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું કે, આ અગાઉ વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ-2016 હેઠળ મૃત્યુના કેસમાં રૂા 1.50 લાખ, 80 ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.1 લાખ, 40 થી 80 ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.50 હજાર, બળાત્કારના કિસ્સામાં રૂા.1 લાખ, મહિલા-બાળકોને માનસિક હેરાનગતિના કિસ્સામાં રૂા.25 હજાર, એસિડ એટેકમાં રૂા.3 લાખ, પુનઃસ્થાપન માટે રૂા.50 હજાર તથા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના કિસ્સામાં રૂા.25 હજારનું વળતર ચૂકવવામાં આવતું હતું. 

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ શહીદોને લાખો રૂપિયાની મદદ કરતી ‘આ’ પત્રિકા
 
નવી યોજના 'વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2018' અંતર્ગત વળતર
શારિરીક અત્યાચાર, ઘરેલુ હિંસા

  • ભોગ બનનારના મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂા.5 લાખ તથા વધુમાં વધુ રૂા.10 લાખનું વળતર
  • 80 ટકાથી વધુ કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.2 લાખ થી રૂા.5 લાખ
  • 40 ટકાથી 80 ટકા સુધીની કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. 2 લાખ થી 4 લાખ
  • 20  ટકાથી 40 ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા.1લાખ થી 3 લાખ
  • 20 ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા. 1 લાખથી રૂા.2 લાખ
  • શારીરિક કે માનસિક ઇજાગ્રસ્ત લોકોના પુનઃસ્થાપન માટે રૂા. ૧લાખથી રૂા.૨લાખનું વળતર ચૂકવાશે

બળાત્કાર અને સામુહિક બળાત્કાર

  • બળાત્કારના કિસ્સામાં ભોગ બનનારને રૂા.4 થી રૂા.7 લાખ
  • સામૂહિક બળાત્કારના કિસ્સામાં રૂા.5 લાખથી રૂા.10 લાખ
  • સુષ્ટિ વિરુદ્ધના કૃત્યના કિસ્સામાં રૂા. 4 લાખથી રૂા. 7 લાખનું વળતર
  • બળાત્કારના કારણે ભૃણ હત્યા થાય, અથવા ગર્ભાધાનની ક્ષમતા ગુમાવે એવા કિસ્સામાં રૂા.2 લાખથી રૂા.3 લાખ
  • બળાત્કારને કારણે ગર્ભવતી બનવાના કિસ્સામાં રૂા.3 લાખથી રૂા.4 લાખનું વળતર

વડોદરા - શહીદોને યાદ કરીને જાનમાં અપાઈ શ્રદ્ધાંજલિ, એક પણ ડાન્સિંગ ગીત ન વગાડ્યું

એસિડ હુમલામાં દાઝી જવું 

  • કદરૂપતા કે ખોડખાંપણ આવે ત્યારે રૂા.7 લાખથી રૂા.7 લાખ
  • 50 ટકાથી વધુ દાઝી જવાના કિસ્સામાં રૂા. 5 લાખથી રૂા.8 લાખ
  • 50 ટકાથી ઓછી ઇજામાં રૂા.3 લાખથી રૂા.7 લાખ
  • 20 ટકાથી ઓછી દાઝી જવાના કિસ્સામાં રૂા.2થી 3 લાખનું વળતર

એસિડ હુમલામાં ચહેરાની કદરૂપતા

  • કદરૂપતા કે કાયમી ખોડના કિસ્સામાં રૂા. ૭ લાખથી રૂા.૮ લાખનું વળતર
  • 50 ટકા કરતાં વધુ ઇજામાં રૂા.5 લાખથી રૂા.8 લાખ
  • 50 ટકા કરતા ઓછી ઇજામાં રૂા.3 લાખથી રૂા.5 લાખ
  • 20 ટકા કરતા ઓછી ઇજાના કિસ્સામાં રૂા.3થી ૪ લાખ

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news