તહેવારો ટાણે રાજકોટની જનતાને ડબલ જલસો! ગાંઠિયાના ભાવમાં કરાયો ઘરખમ ઘટાડો
સાતમ આઠમના તહેવાર નજીક આવતા જ રાજકોટમાં ગાંઠિયાનો 15% જેટલો ભાવમાં ઘટાડો સામે આવ્યો છે. સિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે.
ઝી બ્યુરો/રાજકોટ: ફરસાણ અને મીઠાઇના શોખીન એવા રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. શહેરના લોકોને વાજબીભાવે ફરસાણ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરની અપીલથી મળેલી બેઠકમાં વેપારીઓએ જન્માષ્ટમી સુધી ફસાણની કિંમતમાં 15 ટકા ઘટાડો જાહેર કરીને નવો ભાવ પણ અમલી મુકવાની તૈયારી દર્શાવી છે.
સાતમ આઠમના તહેવાર નજીક આવતા જ રાજકોટમાં ગાંઠિયાનો 15% જેટલો ભાવમાં ઘટાડો સામે આવ્યો છે. સિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે. આગામી સાતમ-આઠમનાં તહેવારો અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લાનાં લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ પૂરવઠા અધિકારીએ ગઈકાલે રાજકોટ શહેર અને જિલ્લાના ફરસાણના 50 જેટલા વેપારીઓ સાથે બેઠક યોજી અને ફરસાણના ભાવનુ બાંધણુ કર્યુ હતું. આ બેઠકનાં અંતે ફરસાણના વેપારીઓ તેલનાં પ્રકાર પ્રમાણે બજાર ભાવ કરતા 15 ટકા નીચા ભાવે વેંચાણ કરવા સહમત થયા છે.
ગુજરાત શું ગાંજાનું હબ બનશે! વહેલી સવારે અહીં શાકભાજીની સાથે થાય છે ગાંજાનું વેચાણ
પુરવઠા વિભાગ દ્વારા નવા ભાવ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ લાઈવ ગાંઠિયા સીંગતેલમાં રૂ. 380, કપાસિયા તેલમાં 340 તેમજ પામોલીન તેલમાં રૂ.300ના ભાવે વેચવામાં આવશે. જયારે અન્ય ફરસાણ સીંગતેલમાં રૂ. 300માં, કપાસિયા તેલમાં રૂ. 270માં તેમજ પામોલીન તેલમાં રૂ.200માં વેચવામાં આવશે. ફરસાણના ભાવમાં વેપારીઓ 10 ઓગસ્ટથી 21 સુધી 15 ટકા ઓછા ભાવમાં વેચાણ કરીને શહેરીજનો સાથે તહેવાર ઉજવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube