અમદાવાદથી મુંબઈના રૂટ પર મુસાફરી કરવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે કારણ કે 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે 15 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 24 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. અત્રે જણાવવાનું કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર પર અસર થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના મુંબઈ  ખાતેના ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્યના કારણે એક મેગા બ્લોક થશે. જે હેઠળ 26 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરિયાન 15 ટ્રેનો રદ કરાઈ છે અને 24 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ તથા એક ટ્રેનને રિશિડ્યૂલ કરાઈ છે. 4 નવેમ્બરની જેસલમેર-બાન્દ્રા ટર્મિનસને રેશિડ્યૂલ કરવામાં આવતા જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે. 


આ ટ્રેનો કરાઈ છે રદ
જે 15 ટ્રેનો રદ કરાઈ છે જેમાં નીચેની ટ્રેનો સામેલ છે. 


- 3 નવેમ્બરની બાન્દર ટર્મિ-બીકાનેર ટ્રેન, બાન્દ્રા ટર્મિનસ-બાડમેર, બાન્દ્રા ટર્મિનેસ-ભૂજ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી અને બાન્દ્રા ટર્મિનસ-મહુવા
- 4 નવેમ્બરે બાન્દ્રા ટર્મિનસ-જામનગર, ભૂજ-બાન્દ્રા ટર્મિનસ, દિલ્હી સ. રોહિ- બાન્દ્રા ટર્મિનસ, મહુવા-બાન્દ્રા ટર્મિનસ, ભૂજ-બાન્દ્રા ટર્મિનસ, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, બાડમેર-બાન્દ્રા ટર્મિનસ 
- 5 નવેમ્બરે બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા, બાન્દ્રા ટર્મિનસ-ભૂજ અને જામનગર-બાન્દ્રા ટર્મિનસ


આ ઉપરાંત 25 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે વિવિધ ટ્રેનોને બોરિવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી અને વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 28 ને 29 ઓક્ટોબરની 12901/02 દાદર-અમદાવાદને વલસાડથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી દાદર-વરસાડ વચ્ચે આંશિક રદ કરવામાં આવી છે. 4 નવેમ્બરની જેસલમેર-બાન્દ્રા ટર્મિનસને રિશિડ્યૂલ કરવામાં આવતા જેસલમેરથી આ ટ્રેન નિર્ધારિત સમય કરતા 6 કલાક મોડી ઉપડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube