સુરત: મારામારી કરનાર ભાજપ કોંગ્રેસના 15 કાર્યકરોની ધરપકડ
4 એપ્રિલે લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ફોર્મ ભરવા માટે આવેલા ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાય હતી. જે બનાવમા બંને પક્ષો દ્વારા ઉમરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવાય હતી. જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે બંને પક્ષના 15 કાર્યકરોની ધરપકડ કરી હતી.
ચેતન પટેલ/સુરત: 4 એપ્રિલે લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ફોર્મ ભરવા માટે આવેલા ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાય હતી. જે બનાવમા બંને પક્ષો દ્વારા ઉમરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવાય હતી. જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે બંને પક્ષના 15 કાર્યકરોની ધરપકડ કરી હતી.
4થી એપ્રિલના રોજ ભાજપ અને કોગ્રેસના બંને ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે સુરત બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યા કલેકટર કચેરીની અંદર ગાડી જવા દેવા બાબતે બંને પક્ષો વચ્ચે તુ તુ મે મે થઇ હતી. જોતજોતામા મહિલા કાર્યકરો દ્વારા એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા બંને પક્ષોના કાર્યકરો પણ બાદમા છુટ્ટા હાથની મારામારી કરી હતી.
સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ
અંદાજિત બે કલાક સુધી ચાલેલા ફિલ્મી ડ્રામા બાદ પોલીસે મામલો થાળે પાડયો હતો. જો કે બાદમા બંને પક્ષોના કાર્યકરોએ સામસામે ઉમરા પોલીસ મથકમા મારામારીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે મોડી રાતે ભાજપના અભિ ઠાકર, જૈનિશ , મૌનિલ ઠાકર, પ્રવિણ મોરડિયા અને સંગીતા પટેલની ધરપકડ કરી હતી. જયારે કોગ્રેસના મેઘના પટેલ, કપિલા પટેલ, છાયાબેન,રંજન, લીપ્પાબેન, જયશ્રીબેન, સુધાબેન, કાજલ , પુષ્યાબેન અને જયોતિબેન બોરિયાની ધરપકડ કરવામા આવી હતી.