સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ

શહેરમાં રાહદારીઓને નિશાન બનાવીને મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 7.74 લાખની કિંમતના 86 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા કુલ સાત ગુનાઓ કર્યા હોવાની તેમણે કબૂલાત કરી છે. 
 

સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ

ચેતન પટેલ/ સુરત: શહેરમાં રાહદારીઓને નિશાન બનાવીને મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 7.74 લાખની કિંમતના 86 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા કુલ સાત ગુનાઓ કર્યા હોવાની તેમણે કબૂલાત કરી છે. 

અઠવા પોલીસને બાતમી મળી હતી કે, રાહદારીને નિશાન બનાવી મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગ ભાગાળતાવ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડયા હતા. જેઓની પાસેની તપાસ કરતા તેમની પાસેથી મોબાઇલો મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા પોલીસે રૂપિયા 7.74 લાખની કિમતના 86 નંગ મોબાઇલ કબ્જે કર્યા હતા.

mobile chor in surat

પોલીસ પુછપરછમા તેઓએ પોતાના નામ વીજય નૈયારણ, અંકિત રાય તથા મોહમદ સાયકલવાલા જણાવ્યુ હતુ. પોલીસ પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, અંકિત અને વિજય બંને રાહદારીઓને નિશાન બનાવતા હતા. અને બાદમા ચોરીના મોબાઇલ તેઓ મોહમદ સાયકલવાલાને વેચી દેતા હતા.

મોહમદ આ મોબાઇલના પૈસા ચુકવી દેતો હતો. અને બાદમા સ્નેચિંગવાળા મોબાઇલ અન્યને વધુ રૂપિયામાં વેચી દેતો હતો. હાલ પોલીસે અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા, સરથાણા તથા રાંદેર પોલીસ મથકના સાત ગુનાઓ ઉકેલી કાઢયા છે. અને હજુ પણ બીજા અન્ય ગુન્હાઓ ઉકેલાય તેવી સંભાવનોઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news