અમદાવાદમાં વિધર્મીનું કારસ્તાન! 15 વર્ષીય સગીરાને ફોસલાવી મરજી વિરુદ્ધ માણ્યું શરીરસુખ
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના પહેલા સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે તથા વાતચીત શરૂ થઈ હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવા બોલાવી ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેની પર દુષ્કર્મ ગુજાર્યું અને રિવરફ્રન્ટ પર મૂકીને ફરાર થઈ ગયેલ યુવકની ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી છે.
આ તારીખોમાં છે એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે ભારે લો પ્રેસર
અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસની ગિરફ્તમાં દેખાતા આ યુવકનું નામ અકીલ મલેક છે. આ આરોપીએ સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતા ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના પહેલા સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે તથા વાતચીત શરૂ થઈ હતી. 31 જુલાઈના રોજ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી હતી. જ્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે જાસપુરમાં એક મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે એક મિત્રની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
નવસારીમાં જળપ્રલય! બે નદીઓના વહેણથી કેમ સંકટમાં મૂકાયું માનવ જીવન? CM ખુદ રાખી રહ્યા
બનાવના બીજા દિવસે આરોપી સગીરાને પાલડી રિવરફ્રન્ટ ખાતે મૂકીને ફરાર થઈ ગયો હતો. સગીરા ઘરેથી નીકળી હોય અને પરત ન આવતા તેની માતાએ આ બાબતને લઈને શોધખોળ કરી હતી. જ્યારે બીજા દિવસે સગીરા ઘરે પરત ફરતા માતા પિતાએ પૂછતા આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને કરવામાં આવી હતી. અંતે આ ઘટનાને લઈને સગીરાની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અકીલ મલેક સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજનો રહેવાસી છે અને ઘોડાગાડી ચલાવવાનું કામ કરે છે.
આ આગાહી તો સાચી પડી,હવે અંબાલાલની ફરી નવી આગાહી! જાણો ગુજરાત પર કયું મોટું સંકટ આવશે
હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરાને અગાઉ મળ્યો છે કે કેમ અને તેણે આ કામ માટે કોની કોની મદદ લીધી છે. તે તમામ દિશામાં આરોપીની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
"રાજાધિરાજ: લવ લાઈફ લીલા", શ્રી કૃષ્ણ પર આધારિત વિશ્વના પહેલાં મ્યુઝિક પ્રીમિયરનું..