ઓગસ્ટની આ તારીખોમાં એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે બંગાળની ખાડીમાં લો પ્રેસર
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે.
ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
સૌરઠ પંથકમાં ભારે વરસાદ બાદ ઝાપટાં હજું પણ શરૂ છે. જેથી ખેડૂતોને કામમાં વિક્ષેપ પડી રહ્યો છે. જો કે, હવે 5 દિવસ વરાપના માહોલ જોવા મળી શકે છે. જેથી ખેતીકાર્યો થઈ શકે છે પરંતુ ભારે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હોય ભેજના લીધે ક્યારેક ઝાપટા પડી શકે છે.
હજું એકાદ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા પડશે અને 6થી લઈ 10 ઓગસ્ટ સુધી વરાપનો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ખેડૂતોએ જો ખેતીકાર્યો થઈ શકે તેમ હોય તો વહેલીતકે પૂર્ણ કરવા જોઈએ. બાદમાં 10 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે. જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે.
સિસ્ટમ બન્યા બાદ ટ્રેક નક્કી થશે
આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. જોકે ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી.
Trending Photos