તેજશ મોદી/સુરત: પ્રદુષણની માત્ર દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કેટલાક લોકોએ વૃક્ષો વાવી પ્રદુષણની માત્ર ઘટાડવા માટેની લડાઈ લડી રહ્યા છે. આવા જ એક ટ્રીમેન તરીકે જાણીતા સુરતના વિરલ દેસાઈએ સુરતમાં આવેલા ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું અભિયાન શરુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધના રેલેવે સ્ટેશને 1500 છોડ રોપવામાં આવ્યા છે. સ્ટેશનની દીવાલો પર પર્યાવરણના સ્લોગનો સહિતની પેઇન્ટિંગ કરાયું છે. મુસાફરોમાં પર્યાવરણ મામલે જાગૃતિ માટે પ્રયાસ કરાયો છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો ગ્રીન અને ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ ઉધના રેલ્વે સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્ય સાકાર થવા જઈ રહ્યું છે.


NEETનું પરિણામ જાહેર, ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે



કદાચ ઉધના રેલ્વે સ્ટેશન વેસ્ટર્ન રેલ્વેનું સૌથી પહેલું ગ્રીન રેલ્વે સ્ટેશન હશે. ઉધના રેલ્વે સ્ટેશનને ગ્રીન બનાવવા વિરલ દેસાઈને છાંયડો અને આરક્રોમા સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે સ્ટેશન ડાયરેક્ટર સી.આર.ગરૂડા દ્વારા પ્રોજેક્ટની મંજૂરીથી માંડીને પ્રોજેક્ટને કાર્યાન્વિતિત કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. અહીં પુલવામામાં ખાતે શહીદ થયેલા 44 જવાનોની યાદમાં 44 વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે.