પાટણ/ખેડાઃ પાટણ જિલ્લામાં એક સાથે કોરોના વાયરસના નવા 16 કેસ સામે આવ્યા છે. એક સાથે આટલા કેસ વધતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયુ છે. જિલ્લામાં સવારે બે અને બપોરે નવા 14 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 12, સિદ્ધપુરમાં બે, ધારાપુરમાં એક અને એક કેસ રાધનપુરમાં નોંધાયો છે. રાધનપુરમાં એક 15 વર્ષની બાળકી પણ કોરોનાનો શિકાર બની છે. આ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 195 પર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરામાં નવા 6 કેસ
વડોદરાના પાદરામાં પણ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આજે નવા 6 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 104ને પર પહોંચી ગઈ છે.  


ખેડામાં આજે કોરોનાથી બેના મોત
ખેડા જિલ્લામાં આજે કોરોના વાયરસના લીધે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ખેડા તાલુકાના ઉમિયાપુરાના 63 વર્ષીય મહિલાનું મોત થયું છે. તો નડિયાદના વ્હોરવાડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું છે. આ સાથે ખેડૂ જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube