સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં આવેલા ખીલોડામાં 17 બાળકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. બુધવારે ખીલોડાની પુન:વસવાટ પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા 17 બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થઇ ગઇ હતી. ત્યારબાદ આ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે શામળાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ શામળાજી હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.


ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો...