અર્પણ કાયદાવાલા, અમદાવાદ: AMCએ શહેરમાં 17 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. આ પહેલા કુલ 110 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેઈન્મેન્ટની યાદીમાં છે. હવે શહેરમાં કુલ 127 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકાયા છે. એક તરફ કેસ ઘટવાનો દાવો, બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે. ત્યારે કોરોના મામલે AMC તંત્ર સામે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, શરૂ કરાઇ કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટેની આજે બેઠક યોજાઇ હતી. આ બેઠક અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઇ.એ.એસ તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડે.મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યાં હતા.


[[{"fid":"271124","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પણ વાંચો:- આવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન


હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 110 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. આ ઉપરાંત વિસ્તૃત ચર્ચામાં નવા 17 વિસ્તારમાં નવા કેસ રિપોર્ટ હોવાથી નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, સર્વેની આ કામગીરી દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube