ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને પગલે વડોદરામાં હાહાકાર મચ્યો છે. વડોદરામાં રોજેરોજ કોરોનાના કસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર વરસ્યો છે. સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં 17 કેદી પાકા કામના અને 1 કેદી કાચા કામના કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ કેદીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા છે. કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, ડભોઇમાં તંત્રનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. દર્દી દેવલોક પામ્યા પછી તંત્રના લિસ્ટમાં તેનું નામ આવ્યું છે. અકબર મન્સૂરી નામના દર્દીનો આજે રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ત્યારે તંત્રની હાજરીમાં દર્દીની દફનવિધિ કરવામાં આવી હતી. તંત્રની એકભૂલને લઈને દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા છે. 


વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 4000 ને પાર પહોંચી ગયો છે. વડોદરામાં કોરોનાના કુલ કેસ 4088 થયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 94 નવા કેસોનો ઉમેરો થયો છે. વડોદરામાં રોજના 15 થી 20 કોરોનાના કેસોનો વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર