પ્રશાંત ઢીવરે/સુરત: ગોડાદરામાં ઘર પાસે આવેલા સિલાઈ ક્લાસથી ઘરે પરત જતી 19 વર્ષિય યુવતીને BRTS બસના ડ્રાઈવરે અડફેટે લેતાં યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. યુવતી BRTS રોડ ક્રોસિંગ કરતી હતી. અચાનક જ બેફામ રીતે આવી રહેલ બસની અડફેટે મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ પોલીસે બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલૈયાઓની સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે; આ 4 દિવસ ખુબ ભારે! શિયાળાને લઈ મોટી આગાહી


મૂળ ઉત્તરપ્રદેશના વતની વિક્રમ યાદવ હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલ ડી.કે નગરમાં પત્ની તેમજ ત્રણ સંતાન સાથે રહે છે. વિક્રમ બોરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિક્રમના સંતાન પૈકી 19 વર્ષીય પુજા યાદવ ઘરની પાસે જ સિલાઈ ક્લાસમાં સિલાઈ કામ શીખવા જતી હતી. પુજા રાબેતા મુજબ સિલાઈ ક્લાસ પરથી ચાલતાં ચાલતાં ઘરે પરત આવી રહી હતી. ગોડાદરા વિસ્તારમાં જ આવેલ સનરાઇઝ સ્કૂલ પાસેથી પુજા રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતી BRTS બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવીને પુજાને અડફેટે લીધી હતી. 


શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર, '15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્


BRST બસ ચાલકની અટફેડે પૂજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાને લઈ તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પૂજા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ પૂજાને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.બીજી બાજુ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.ઘટનાને લઈ ગોડાદરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી..ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી હતી.


VIDEO:'દાદા'નો અનોખો અંદાજ, બાળકે CM પાસે ફોટો પડાવવાની ફરમાઈશ કરી, પછી જે કર્યું..!


મહત્વની વાતએ છે કે સુરત શહેરમાં બીઆરટીએસ બસનો કહેર સતત જોવા મળતો હોય છે. આ કોઈ એક ઘટના નથી પરંતુ શહેરમાં દિન પ્રતિદિન રોડ પર ચાલતા લોકો હોય કે વાહન ચાલકોના BRTS બની અટપટે આવવાથી મોત નિપજ્યા છે. ફરી વધુ એક ઘટના સામે આવી છે. ગોડાદરામાં 19 વર્ષીય યુવતીનું BRTS બસની અડફેટે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી બાજુ ગોડાદરા પોલીસે બસ ડીટેઇન કરી બસ ચાલક વિજયકુમાર રામનરેશ યાદવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


અંબાજીમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, દર્શન આરતીનો સમય બદલાયો