VIDEO: 'દાદા'નો અનોખો અંદાજ, બાળકે CM પાસે ફોટો પડાવવાની ફરમાઈશ કરી, પછી CM એ જે કર્યું...!
શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બાળકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી, સાથે જ બાળકો સાથે તેમણે ફોટા પણ પડાવ્યા હતા.
Trending Photos
Ahmedabad News: રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા આજથી “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ મન કી બાત ના તાજેતરના એપિસોડમાં પીએમ મોદીએ દેશવાસીઓને 1 ઓક્ટોબરે "સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાન"ની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિતના નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે ખૂબ મસ્તી કરતા નજરે પડ્યા હતા.
અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે 'એક તારીખ-એક કલાક' મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું. ઘાટલોડિયાના લક્ષ્મણગઢના ટેકરા નજીક સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
બાળકે CM પાસે ફોટો પડાવવાની કરી ફરમાઈશ, પછી CM એ જે કર્યું....! જુઓ વીડિયો#CMbhupendrapatel #Viral #Video #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/Kd1X9o5jWp
— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2023
બાળકો સાથે સેલ્ફી
શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બાળકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી, સાથે જ બાળકો સાથે તેમણે ફોટા પણ પડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે ખૂબ મસ્તી કરતા નજરે પડ્યા હતા.
મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે દેશભરમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં નાવડી ઓવારા ખાતે દરિયા કિનારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપના આગેવાનો સહિત પદ અધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ રોડ રસ્તા પર રહે ગંદકી દૂર કરી હતી.શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે.આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે