અમદાવાદઃ મગફળીકાંડ મામલે ભાજપના બે પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુળુભાઇ ઝુંઝિયા અને વિક્રમ લાખાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર છે. મુળુભાઇ ઝુંઝિયા માળિયા તાલુકાના ભાજપના પ્રમુખ છે. વિક્રમ લાખાણી માળીયા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મગન ઝાલાવાડિયાની હોટલ સીલ
મગફળીકાંડ મામલામાં આરોપી મગન ઝાલાવાડિયાની હોટલ સીલ કરવામાં આવી છે. હોટલની આસપાસનું બાંધકામ ગેરકાયદેસર હોવાના કારણે હોટલને સીલ મારવામાં આવ્યું છે. તંત્રના અધિકારીઓ દ્વારા હોટલને સીલ મારવામાં આવી છે. 


નાફેડ મગફળી કૌભાંડ મામલે મગન ઝાલાવાડીયાના ઘરે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું આ ચેકિંગ મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. આ દસ્તાવેજોમાં મહત્વના ખુલાસા થયા છે. માગફળીમાં માટી મિક્સ કરી 6700 ગુણી મગફળીની ચોરી કરવામાં આવી હતી. આ મગફળી કેશોદના મેશવાણની કાંતી ઓઈલ મિલને વેંચવામાં આવી હતી. મોડી રાત્રે પોલીસે આ ઓઈલ મીલનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ત્યાં પહોંચી તો પોલીસને મીલમાં તાળુ જોવા મળ્યું. આ કૌભાંડમાં અનેક રાજ સામે આવે તેમ છે.



27 આરોપીઓની ધરપકડ
મગફળીકાંડમાં પોલીસને વધુ સફળતા હાથ લાગી છે. પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ સાથે કુલ 27 આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે મુખ્ય સુત્રધારના સ્થળ પર દરોડા પાડી નાણાકીય લેવડ-દેવડ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે કડક રીતે હવે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.