ગ્રીનઝોન દેવભુમિ દ્વારકામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ, સમગ્ર બેટદ્વારકા કોરોન્ટાઇન
રાજ્યમાં આજે કોરોનાના નવા 333 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતનો કુલ કોરોનાનો આંક 5000 ને પાર પહોંચી ચુક્યો છે. કેન્દ્ર દ્વારા ગુજરાતનાં અનેક જિલ્લાઓને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક ઝોન ઓરેન્જ છે પરંતુ પાંચ જિલ્લાઓ એવા હતા જ્યાં કોરોનાનો કોઇ કેસ નહી હોવાનાં કારણે અથવા તમામ કેસ રિકવર થઇ ગયા હોવાનાં કારણે તેનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાજેશ રૂપારેલિયા/ અમદાવાદ : રાજ્યમાં આજે કોરોનાના નવા 333 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતનો કુલ કોરોનાનો આંક 5000 ને પાર પહોંચી ચુક્યો છે. કેન્દ્ર દ્વારા ગુજરાતનાં અનેક જિલ્લાઓને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક ઝોન ઓરેન્જ છે પરંતુ પાંચ જિલ્લાઓ એવા હતા જ્યાં કોરોનાનો કોઇ કેસ નહી હોવાનાં કારણે અથવા તમામ કેસ રિકવર થઇ ગયા હોવાનાં કારણે તેનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગોંડલ: મુસ્તફા નામના શખ્સે નોકરીની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યો
ગ્રીન ઝોનમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભુમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પાંચ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં હતા. જો કે આજે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચકચાર મચી ગઇ છે. કોરોના કેસ દેવભુમિ દ્વારકામાં કેસ ક્યાંથી આવ્યો તે અંગે પણ તંત્ર દોડતું થયું છે. બેટદ્વારકામાં રાજસ્થાનનાં અજમેરથી બંન્ને લોકો આવ્યા હતા. તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. 40 વર્ષીય પુરૂષ અને 28 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વડોદરા: કારેલીબાગમાં કબ્રસ્તાન બનાવવાની હિલચાલથી સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ગ્રીન ઝોનમાં રહેલા દ્વારકામાં અચાનક 2 કેસ પોઝિટિવ આવતા ભાગદોડ મચી ગઇ છે. જિલ્લા કલેક્ટર દ્વારા તત્કાલ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સમગ્ર બેટદ્વારકાને કલેક્ટર દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. સમગ્ર બેટદ્વારકાને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યું છે. બેટદ્વારકામાં આવવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
રાજકોટની એક કંપનીએ 20 દિવસમાં N-95 માસ્ક બનાવતું મશીન બનાવ્યું, રોજનાં 25 હજાર માસ્ક
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ અને ભાવનગરમાં પહેલાથી જ કોરોનાને કાબુ કરવો તંત્ર માટે પડકાર છે તેવામાં ગ્રીન ઝોનમાં નવા કેસ આવતા તંત્ર ચિંતામા મુકાયું છે. હાલ તો કોરોનાના દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમનાં પરિવારનાં લોકોને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube