ભાવનગર : ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં ગોરીયાળી રામપર ગામમાં રમતા રમતા 2 બાળકો કુવામાં પડી જતા બંન્નેનાં મોત નિપજ્યાં હતા. બાળકોને બચાવવા પડેલ મહિલાએ બેભાન સ્થિતીમાં બહાર કાઢવામાં આવી હતી. જો કે રમતા રમતા કુવામાં પડી ગયેલા બંન્ને બાળકોનાં મોત નિપજ્યાં છે. વિવેક અને પારસ નામના બે બાળકોનું કુવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પરિવાર શોકસંતપ્ત બન્યો છે. જો કે બાળકોને બચાવવા પાછળ કુદી પડેલી મહિલાની સારવાર ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા સુરક્ષા મુદ્દે રાહુલે ભાંગરો વાટ્યો: વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ
દેશનાં વિકાસ માટે સરકાર ઉપરાંત જનભાગીદારી પણ એટલી જ જરૂરી: ઉપરાષ્ટ્રપતિ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રામપર ગામના વાડી વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારનાં બે બાળકો રમતા રમતા કુવામાં પડી ગયા હતા. કુવો બાંધેલો નહી હોવાનાં કારણે બાળકો કુવાનજીક પડી ગયા હતા. બાળકોને બચાવવા એક મહિલા પણ પાછળ કુદી પડી હતી. જો કે બાળકોનાં ડુબી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે મહિલાને બેભાનાવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. વિવેક અને પારસ નામના બંન્ને બાળકો અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા બંન્ને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મહિલાની સારવાર ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube