મહિલા સુરક્ષા મુદ્દે રાહુલે ભાંગરો વાટ્યો: વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

વીટી ચોક્સી લો કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધીનાં નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અવાર નવાર પોતાનાં નિવેદનો મુદ્દે ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધીએ દેશને રેપ કેપિટલ ગણાવતા વિવાદ પેદા થઇ ચુક્યો છે. મહિલાઓનો આરોપ છે કે માન સન્માન પડતુ મુકીને ગંદી રાજનીતિ થઇ રહી હોવાનું કહીને વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

મહિલા સુરક્ષા મુદ્દે રાહુલે ભાંગરો વાટ્યો: વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

સુરત : વીટી ચોક્સી લો કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધીનાં નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અવાર નવાર પોતાનાં નિવેદનો મુદ્દે ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધીએ દેશને રેપ કેપિટલ ગણાવતા વિવાદ પેદા થઇ ચુક્યો છે. મહિલાઓનો આરોપ છે કે માન સન્માન પડતુ મુકીને ગંદી રાજનીતિ થઇ રહી હોવાનું કહીને વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

મહિલા સુરક્ષા મુદ્દે રાજનીતિ ન કરવામાં આવવી જોઇએ
વિદ્યાર્થીઓએ કાયદાનો વિરોધ કરતા જણાવ્યું કે, અમે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છીએ. બંધારણે આપેલી વાણી સ્વાતંત્રનો રાહુલ ગાંધી દ્વારા દુરૂપયોગ કરવામાં આવ્યો છે. મહિલાઓની આબરૂની વાત આવે ત્યારે રાજકીય રોટલા શેકવાથી દુર રહેવું જોઇએ. તેઓને આ અંગે કોઇ જ માહિતી નથી. રાહુલ ગાંધીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે પરિપક્વ રાજકારણી નથી. મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય આગેવાનોએ એક મત હોવું ખુબ જ જરૂરી છે.આ મુદ્દે રાજનીતિ ન થાય તે જરૂરી છે. 

કોંગ્રેસનું અમદાવાદનું માળખું વિખેરાશે, સક્રીય લોકોને જ મળશે સ્થાન
સમગ્ર દેશ તકલીફમાં છે. તેઓ રાજકારણીઓ પાસેથી સાચી અને સેન્સીબલ કોમેન્ટની અપેક્ષા રાખે છે. અમે રાહુલ ગાંધીનાં નિવેદનને વખોડીએ છીએ. કાળી પટ્ટી પહેરીને રાહુલ ગાંધીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવતા કહ્યું કે, રાહુલ ગાંધીનાં વાણીવિલાસ પર કોઇ સીનિયર નેતા પણ તેમને શીખવી નથી રહ્યા. કેવા પ્રકારની કોમેન્ટ કરવી કેવી નહી તે જોવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news