ચેતન પટેલ/સુરત :સુરત (Surat) ના કામરેજ વિસ્તારમાં બે જોડિયા બાળકોના મોતની ઘટના સામે આવી છે. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) માં બંનેને પોલિયોની રસી (Polio Vaccine) પીવડાવ્યા બાદ તેમના મોત થયા તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ બાળકોના મૃતદેહોને સુરતની સિવિલ હોસ્પિટલ (Civil hospital)માં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જેથી ખરુ કારણ બહાર આવી શકે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પરિવારના શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. પરિવારે જ્યાં સુધી એફએસએલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાળકોના મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો


સુરત જિલ્લાના ના કામરેજ ગામમાં હૈયું કંપાવનારી ઘટના બની છે. કામરેજ વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ભુવાને ત્યાં દોઢ મહિના પહેલા ચાર દીકરીઓ બાદ બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. બંનેનુ નામ જયરાજ અને જેનિલ રાખવામાં આવ્યું હતું. બાળકોના જન્મને લઈ પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ ભુવા પરિવારની ખુશી આટલી જલ્દી છીનવાઈ જશે તેવું કોઈને ક્યાં ખબર હતી. એક પોલિયોની રસી તેમના બંને બાળકો માટે જીવલેણ બની ગઈ હતી. આંગણવાડી કેન્દ્ર ખાતે તેમના બંન્ને બાળકોને પોલિયો રસી આપવા બોલાવવામાં આવ્યા હતા. રસી આપ્યા બાદ બંને બાળકોની તબિયત ખરાબ થઈ જતા તાવ આવી ગયો હતો. અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ


આ ઘટના બાદ પરિવારે તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તો બીજી તરફ, બાળકોના મોત કયા કારણોસર થયા છે તે તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ માલૂમ પડશે. ત્યારે પોલીસ પણ સમગ્ર કેસમાં રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. તો બીજી તરફ, સુરતના કામરેજ વિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ પણ પરિવારને મદદ કરવાની તથા કાર્યવાહી ઝડપી કરવાની બાંહેધરી આપી છે. 



મહત્વનું છે બાળકો મોત થવાના મામલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ કામરેજ પોલીસ અને કામરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબ પણ સુરત સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા અને જરૂરી તજવીજ હાથધરી હતી. તબીબ એ અંગે જે પણ કઈ હશે તેની યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ બાળકોને પોલિયોની રસી આપી હોવાનું જણાવ્યું હતું. જોકે પરિવારજનોએ જ્યાં સુધી એફએસએલ રિપોર્ટ ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર ઇનકાર કર્યો હતો. 


મહત્વનું એ છે કે, જે રસી બાળકોને નવું જીવનદાન મટે આપવામાં આવતી હોય છે, એ જ રસીના કારણે દોઢ મહિનાના બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે. માસૂમ બાળકોના મોત પાછળનું કારણ જે પણ હોઈ પરંતુ પરિવાર ખુશી છીનવાઈ જતા પરિવાર શોકમાં મુકાયો છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :