વડોદરા :પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર (Nareshwar) ખાતે વહી રહેલા નર્મદા (Narmada) નદીમાં 5 મિત્રો ન્હાવા માટે ગયા હતા. જેમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તો સ્થાનિક લોકો ત્રણ યુવકોને બચાવવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી 2 યુવાનોના મૃતદેહો નદીમાં બહાર કાઢ્યા હતા. તમામ યુવકો તરસાલીના કોસંબાના વતની છે. જેઓ વેકેશન હોવાને કારણે નારેશ્વર મંદિર ગયા હતા, અને ત્યાર બાદ નદીમાં ન્હાવા માટે ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો નહિ આવે, રાજ્ય સરકારે આપી મહત્વની સૂચના


આ બાબતની જાણ થતા જ કરજણ પોલીસ દોડતી થઈ હતી. તેમજ યુવકોના પરિવારોને જાણ કરવામાં આવી હતી. તરસાલી કોસંબાના પટેલ પાર્કમાં રહેતા નવઘણ બાબરભાઈ રબારી (ઉંમર 17 વર્ષ) અને પિન્ટુભાઈ ગોપાલભાઈ ટાંક (ઉંમર 31 વર્ષ)નું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :