2 લગ્ન, 9 વિદ્યાર્થીનીઓનું શોષણ 5 લાખનું ઇનામ, ફિલ્મોને ટક્કર મારે તેવી છે શિક્ષકની સ્ટોરી
* 9થી વધારે વિદ્યાર્થીઓનો શિકાર કરનાર 5 લાખનો ઇનામી શિક્ષક ઝડપાયો, સ્ટોરી ફિલ્મોને ટક્કર મારે તેવી
* વિદ્યાર્થીનીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ કરતા સમગ્ર કાંડ બહાર આવ્યો અને કેસ સીબીઆઇને સોંપાયો
* તરૂણી ગુમ થયા મુદ્દે ફરી એકવાર ગુજરાત પોલીસની ઘોર બેદરકારી સામે આવી, હાઇકોર્ટે ઝાટકણી કાઢી
* આખરે કેસ સીબીઆઇને સોંપવામાં આવતા સમગ્ર મુદ્દો પ્રકાશમાં પણ આવ્યો અને ધવલ ઝડપાયો પણ ખરો
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસ પાસેથી કેસ લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો. દુષ્કર્મના દોષિત ત્રિવેદીને કોઈપણ ભોગે ઝડપી લેવા આદેશ કર્યો છે. ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો. જો કે ગણત્રીનાં સમયમાં જ આંતરરાજ્ય સેલ અને હિમાચલ પોલીસ દ્વારા આ લંપટને ઝડપી લેવામાં આવ્યો હતો.
ભયંકર ભાદરવો: સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની વરસાદથી ખેડૂતોની કફોડી સ્થિતી
હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિય કોર્પ્સ અરજીને આધારે સીબીઆઈને કેસ સોંપ્યો છે. હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે કહ્યું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે. સીબીઆઈ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. કોર્ટને સીબીઆઈ પાસે આશા છે કે, સીબીઆઈ અપેક્ષાઓ પર ખરી ઉતરશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિય કોર્પ્સ અરજીને આધારે આ કેસ ગુજરાત પોલીસ પાસેથી લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો છે.
લોકડાઉનમાં ગુમાવી નોકરી, પરંતુ દિવ્યાંગ કપલે ફરસાણ વેચીને પોતાને આત્મનિર્ભર બનાવ્યા
લંપટ ધવલ નેપાળમાં હોવાની આશંકા હતી.
બળાત્કારી ધવલને ઝડપી લેવામાં સરિયામ નિષ્ફળ નિવડેલી ગુજરાત પોલીસે કહ્યું હતું કે, ધવલ સગીરાને નેપાળ લઈ ગયો છે. પરંતુ લંપટ શિક્ષકને ઝડપી લેવા માટે પોલીસને નેપાળ મોકલવા કોઈ પ્રયાસ કર્યો નહોતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં પ્લાનિંગ કરીને વ્યૂહાત્મક રીતે વધુ પડતી આક્રમકતા લાવવાની જરૂર છે. સીબીઆઈએ આ તપાસ વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે. જરૂર પડે તો ઈન્ટરપોલની મદદ લેવા પણ જણાવાયું છે. કોર્ટે આગળ કહ્યું કે, આ કેસ પ્રથમદ્રષ્ટીએ માનવતસ્કરીનો લાગે છે. સીબીઆઈએ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. અરજદારની પુત્રી હાલ કઈ હાલતમાં છે. તેમજ તે જીવીત છે કે, તેની હત્યા કરાઈ છે તે અંગે પણ કોઈ જાણ નથી. કદાચ તેણીને પ્રોસ્ટિટ્યૂશનમાં પણ ધકેલવામાં આવી હોય શકે. આ સિવાય કોર્ટે ડર વ્યક્ત કર્યો કે, ત્રિવેદીએ બીજી છોકરીઓને પણ ઉપાડી ગયો હોય શકે. કોર્ટે સીબીઆઈને આદેશ કર્યો કે, તાત્કાલિક આ કેસની તપાસ હાથમાં લો અને ચાર વીકમાં રિપોર્ટ આપો. તેમજ જરૂર લાગે તો વહેલાસર ઈન્ટરપોલની પણ મદદ લો.
નવરાત્રિ યોજવા મુદ્દે આમને-સામને થયા તબીબો અને કલાકારો, સામસામે આક્ષેપબાજી થઈ
ચોટીલામાં માત્ર 1 અઠવાડીયામાં સગીરાને ભોળવી અને ભગાડી
ચોટીલામાં ધર્મેન્દ્ર દવે બનીને શિકાર શોધવા લાગ્યો. આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ 9મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને 2 દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વાકચાતુર્યથી વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થિઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા.
જામનગરમાં પગ તળેથી ધરતી સતત હલી રહી છે, 12 કલાકમાં 8 ભૂકંપના આંચકા આવ્યા
જેલમાં હાજર થવાના આગલા દિવસે સગીરાને ભગાડી ગયો
આ એક જ સપ્તાહમાં 56 વર્ષના ધવલે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી. 12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલે યુવતીને લઈને રફુચક્કર થઈ ગયો. યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી ત્યાં સુધી પોલીસને ખબર ન હતી કે યુવતીને ધવલ ત્રિવેદી ભગાડીને લઈ ગયો છે. પોલીસે સીસીટીવી ચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી. યુવતીને લઈને ભાગેલો ધવલ અમદાવાદ પહોંચ્યો હતો અને જેલમાં સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના પરિચિત મારફતે અમદાવાદ આંગડિયામાં 10 હજાર રૂપિયા મંગાવ્યા હતા. પોલીસે આંગડિયાના ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાજ્ય બહાર ભાગી ગયેલા ધવલ અને અપહ્યત યુવતીનો કોઈ પત્તો મળ્યો નથી.
કંગનાને સપોર્ટ કરવા સુરતના વેપારીએ બનાવી ખાસ સાડી, પલ્લુ પર જોવા મળી ‘મણિકર્ણિકા’
એક પત્નીનું મોત એક સાથે છુટાછેડા અને પછી...
વડોદરાનો ધવલ 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવી ચૂક્યો છે. મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી. પહેલી પત્નીનું અવસાન, બીજી સાથે ડિવોર્સ ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે હાલ રાજકોટમાં એક ખાનગી શાળામાં એક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છુટાછેડા લેવડાવી લીધી હતા. 2010માં ધવલ સુરત પહોંચ્યો. સુરતમાં પણ 2 સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube