પેપર કૌભાંડ મુદ્દે વધારે 2 આરોપીની ધરપકડ, 23 લાખ રોકડા મળ્યાં, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
ગુજરાતના સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જો કે સરકારે આ મામલો 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જો કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે.
હિંમતનગર: ગુજરાતના સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જો કે સરકારે આ મામલો 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જો કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે.
દ્વારકામાં આજે વિશાળ ધર્મસભા, શંકરાચાર્યજી ઉપરાંત અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહેશે
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી 6 આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે 6 આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે 2 આરોપીઓની ધરપકડ કરીને 23 લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે.
બિચારો ખેડૂત બધે જ બિચારો! JETPUR માં માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે નહી વેપારીઓ માટે બનાવાયું?
જો કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જો હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જો કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને 72 કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube