બોટાદ/અમરેલીઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. રાજ્યમાં પરિવહનની સેવાઓ શરૂ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસો પહોંચી રહ્યાં છે. આજે અમરેલી જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કોરોનાથી મુક્ત થયેલા બોટાદ જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધી 6 કેસ નોંધાયા છે તો બોટાદ જિલ્લામાં 57મો કેસ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીમાં વધુ બે કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવ્યા છે. સુરતના વરાછાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી પર ત્રણ વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો. તેને સુરત પોલીસે અમરેલી પોલીસને સોંપી હતી. આ યુવતીને કોર્ટમાં રજૂ કરતા દરમિયાન લક્ષણો દેખાતા તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તો બીજીતરફ જાફરાબાદના ટીબી ગામના ડોમિયોપેથીક ડોક્ટર પણ કોરોનાનો શિકાર બન્યા છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કુલ 6 કેસ સામે આવ્યા છે.


લોકડાઉનમાં ભૂલાઈ સંવેદના, ઘરમાલિકે ભાડું નહીં મળતા ભાડુઆતને પરિવાર સહિત ઘરમાં પૂર્યા


બોટાદમાં કોરોનાની રી-એન્ટ્રી
ત્રણ-ચાર દિવસ પહેલાં બોટાદમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય થતાં જિલ્લો વાયરસ મુક્ત થયો હતો. હવે ગઢડામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. એક 40 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ભાઈ અમદાવાદથી ગઢડા પહોંચ્યા હતા. આમ જિલ્લામાં અત્યાર સુધી કુલ 57 કેસ નોંધાયા છે. જેમાં 55 લોકો ડિસ્ચાર્જ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલ જિલ્લામાં એક એક્ટિવ કેસ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube