મોરબીમાં વ્યાજખોરો બેખોફ: પૈસાની લેતીદેતી મુદ્દે બે લોકોનું અપહરણ કરવામાં આવ્યું
સગીરનું પૈસાની લેતી-દેતીમાં અપહરણ કરી કારમાં આવેલા શખ્સ દ્વારા ખાર રાખી અપહરણ કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર નવા એક સગીર અને અન્ય એક વ્યક્તિનું કારમાં આવેલા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું. નવા બસ સ્ટેન્ડની પાછળ ડાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારની અંદર રહેતા દયારામ હડિયલના દીકરા વિપુલ હડિયલ અને લાલજીભાઈ બંનેનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ.
મોરબી : સગીરનું પૈસાની લેતી-દેતીમાં અપહરણ કરી કારમાં આવેલા શખ્સ દ્વારા ખાર રાખી અપહરણ કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર નવા એક સગીર અને અન્ય એક વ્યક્તિનું કારમાં આવેલા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું. નવા બસ સ્ટેન્ડની પાછળ ડાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારની અંદર રહેતા દયારામ હડિયલના દીકરા વિપુલ હડિયલ અને લાલજીભાઈ બંનેનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ.
પંચાસર રોડ પરથી સફેદ કલરની કારમાં આવેલા શખ્સો અપહરણ કરીને પંચાસર ગામની સીમમાં લઈ ગયા હતા. જ્યાં ધોકા અને પાઈપ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ભોગબનનાર વિપુલના પિતા દાયારામ હડિયલ દ્વારાએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદીના બનેવી અને આરોપી ભગીરસિંહ ગોહિલ વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે આ અપહરણ કરાયાનું સામે આવ્યું છે.
ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ
આ લેતીદેતીનો ખાર રાખીને આરોપીએ કારમાં આવીને ફરિયાદીના દીકરા વિપુલ અને ફરિયાદીના બનેવી લાલજીભાઈનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓને માર માર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે મોરબીમાં લોકોની સલામતી માટે લોકોના આર્થિક સહકારથી સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે તેમ આરોપીઓ બેફામ બની જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહયાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube