ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

પીરાણા પીપળજ આગની ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાની કોંગ્રેસે માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઇ રહ્યા છે.  નિદોર્ષ કામદારોના મૃત્‍યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે. 
ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

ગૌરવ પટેલ/અમદાવાદ : પીરાણા પીપળજ આગની ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાની કોંગ્રેસે માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઇ રહ્યા છે.  નિદોર્ષ કામદારોના મૃત્‍યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે. 

ગુજરાતમાં અનેક કેમીકલ કં૫નીઓમાં ફાયર અને અન્‍ય સેફટીની પુરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્‍યા બાદ હરકતમાં આવે છે. ૨-૪ દિવસ દેખાવ કરવા પુરતા  પગલાં લે છે. સરકાર મૃતકના પરીવારજનોને ૨-૪ લાખની સહાય આપીને સંતોષ માને છે. આજે  રાજ્યમાં ૩૧,૫૦૦ ફેક્ટ્રીઓ જેમાં ૧૬.૯૩ લાખ શ્રમિકો કામ કરે છે. બોઈલર ઈન્‍સ્‍પેકટરો દ્વારા દર વર્ષે માત્ર ૨-૩ હજાર ફેકટરીઓ/કારખાના કે કંપનીઓમાં બોઈલરની તપાસ કરી કાર્યવાહી પુર્ણ કરે છે. 

ઈન્‍સ્‍પેકટરો દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવતાં નથી. ઔદ્યોગિક એકમોની ચકાસણી માટે સરકાર પાસે ૫૦ ટકા પણ કર્મચારી નથી. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે  ગુજરાત વર્ષ ૨૦૧૪-૧૬ માં ૬૮૭ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૪૦૧૯ જેટલા શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ  છેલ્લા ચાર અઠવાડિયામાં આઠથી વધુ ઔદ્યોગિક અકસ્માતોમાં ૨૪ થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૨૦૩ શ્રમિકો, અમદાવાદમાં ૧૬૧ શ્રમિકો, ભરૂચમાં ૧૫૨ શ્રમિકો, વલસાડમાં ૧૧૬ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૫૦૭ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૩૯ જેટલા શ્રમિકોએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. 

ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીમાં શ્રમિકોના મોત 
જીલ્લો                       કુલ 
અમદાવાદ                 161 
સુરત                         203
ભરૂચ                       152 
વલસાડ                     116 
અન્ય જીલ્લાઓ          507 
કુલ મૃત્યુ આંક            1239

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news