અલ્કેશ રાવ/બનાસકાંઠા :અંબાજી જતા પદયાત્રીઓને વધુ એકવાર અકસ્માત નડ્યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને લાખણીના ભીમાજી ગોળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. ધીમે ધીમે પગપાળા જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં બે લોકોમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે ડીસા હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ 6 લોકોને નાનીમોટી ઈજાઓ થાય છે. આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પદયાત્રીઓ ક્યાંના છે તેની હજી માહિતી મળી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના વાહનચાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય : PUC અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત વધારાઈ


ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પગપાળા પહોંચી રહ્યાં છે. આવામાં પગપાળા જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં અકસ્માતોનો પણ સામનો કરવો પડે છે. બેફામ ગાડી હંકારતા લોકોને કારણે શ્રદ્ધાળુઓના મોત થાય છે. હાલ, સમગ્ર રાજ્યમાંથી વિવિધ શહેર-ગામના લોકો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યાં છે. તાજેતરમાં જ  સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા પંચમહાલના ત્રણ શ્રદ્ધાળુ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :