સત્યમ હંસોરા/રાજકોટ :પોલીસ વાન પર બેસી ટિકટોક બનાવનાર રાજકોટના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કરાયા છે. બંને ઓફિસર્સને તેમની લાપરવાહી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનું ખૂલ્યું છે. 


Photos : વરસાદ વરસતા જ આહલાદક બન્યું આબુ હિલસ્ટેશન, ચારેતરફ ધુમ્મસની ચાદર ફેલાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા બાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટ પોલીસના ટિકટોકના વીડિયો સામે આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેર પોલીસની પીસીઆર વેનના બોનટ પર બેસીને ટ્રાફિક શાખામાંથી હાંકી કઢાયેલા વોર્ડનની હીરોગીરી કરતો વીડિયો વાઈરલ થયો હતો. રાજકોટ શહેર પોલીસની જી.જે3 જી.એ 1304 નંબરની બોલેરો પીસીઆર 360માં એક વ્યક્તિ વેન ચલાવી રહ્યો છે, અને વેનના બોનેટ પર બ્રાઉન શર્ટ અને ક્રીમ પેન્ટ પહેરેલો શખ્સ બેસીને હીરોગીરી કરી રહ્યો છે. આ વીડિયો જોતજોતામાં વાઈરલ થઈ ગયો હતો. જે સામે આવ્યા બાદ રાજકોટ પોલીસમાં ખળભળાટ મચ્યો હતો. જેના બાદ તપાસ શરૂ કરાઈ હતી. 


માત્ર 27 વર્ષની ઉંમરે મોહંમદ આમિરે ટેસ્ટમાંથી લીધો સંન્યાસ, કરી રહ્યો છે મોટું પ્લાનિંગ


ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા મહેસાણા જિલ્લાની મહિલા પોલીસ અર્પિતા ચૌધરીએ ટીકટોક પર પોતાનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. આ વીડિયો બાદ ભારે ચકચાર મચી હતી, અને બીજા અને ગુજરાત પોલીસ ઓફિસરોએ બનાવેલા અન્ય વીડિયો પણ સામે આવ્યા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :