ઉદય રંજન/અમદાવા: અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત નકલી પોલીસ(fake police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો ત્યારે બે શખ્સો આવ્યા અને ટી-ટી ડ્રગ્સ લે છે, તેવુ કહી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને તોડ કર્યો હતો. નવાઇની વાત તો એ છે કે, આ સગીર વિદ્યાર્થી સાથે બે નકલી પોલીસે પોલીસ સ્ટેશનમાં જઇને તોડ કર્યો અને ઘણા સમય સુધી આ બંને શખ્સોને અસલી પોલીસ(Police) ઓળખી ન શકી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા-કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે એક સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો. ત્યારે તે દરમિયાન બે વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા. તેઓએ કહ્યું કે, તું અહીંયા શું કરે છે હું પોલીસમાં છું તેવી ઓળખ આપી ડરાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ રૂપિયા પડાવવાના ઈરાદે બંનેના મોબાઈલમાં ફોટા પાડી તમે ટીટી ડ્રગ્સ લો છો તેમ કહી પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી પણ આપી હતી. પરંતુ વિદ્યાર્થી ગભરાયા વગર આરોપીની પાછળ બેસી પોલીસ સ્ટેશન પહોંચતા નકલી પોલીસે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.


નવરાત્રી પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતા વધી


આરોપીએ વિદ્યાર્થીને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ ઊભો કરી દીધો હતો અને સાહેબને મળીને આવું છું તેમ કહી સાત હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી આ બંને નકલી પોલીસે 3500 રૂપિયા લેવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ યુવક ઘરે રૂપિયા લેવા જતા સમગ્ર બનાવ અંગેની વાત ઘરે કરી હતી. ત્યાર બાદ તેના પિતાએ સાથ આપતા દીપ પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.


ફિલ્મ સુપર 30થી પ્રેરણા મેળવી આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીને ‘ફ્રીમાં કરાવશે હવાઇ યાત્રા’


અસલી પોલીસની નજર સામે આ ખેલ ખેલાયો પણ નકલી પોલીસને અસલી પોલીસ ઓળકી શકી ન હતી. પણ જ્યારે ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે આ બાબતની જાણ થઇ અને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંન્ને આરોપીઓ વિદ્યાર્થી છે કોલેજમાં જ અભ્યાસ કરે છે પણ મોજશોખ માટે રૂપિયા મેળવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.


 જુઓ LIVE TV :