ફિલ્મ સુપર 30થી પ્રેરણા મેળવી આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીને ‘ફ્રીમાં કરાવશે હવાઇ યાત્રા’
વડોદરા(Vadodara)ની શિક્ષણ સમિતિ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. બોલીવુડની સુપરહિટ ફિલ્મ સુપર 30(Super 30) માંથી શિક્ષણ સમિતિએ પ્રેરણા લઈને અનોખું આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં જે વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે તેવા કુલ ત્રણ વિદ્યાર્થીઓને તેના વાલી સાથે દિલ્હી(Delhi)ના પ્રવાસે લઈ જવાશે. આ પ્રવાસ(travel)નો સંપૂર્ણ ખર્ચ પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉઠાવશે.
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા: વડોદરા(Vadodara)ની શિક્ષણ સમિતિ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. બોલીવુડની સુપરહિટ ફિલ્મ સુપર 30(Super 30) માંથી શિક્ષણ સમિતિએ પ્રેરણા લઈને અનોખું આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં જે વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે તેવા કુલ ત્રણ વિદ્યાર્થીઓને તેના વાલી સાથે દિલ્હી(Delhi)ના પ્રવાસે લઈ જવાશે. આ પ્રવાસ(travel)નો સંપૂર્ણ ખર્ચ પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉઠાવશે.
સરકારી શાળાઓમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાં શિક્ષણ સમિતિએ અનોખી પહેલ કરી છે. બોલીવુડની સુપર ડુપર ફિલ્મ સુપર 30માંથી પ્રેરણા લઈને શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ પ્રકારનો અભિગમ હાથ પર લેવામાં આવ્યો છે. સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની શહેરના વિવિધ ચાર ઝોનમાં 150થી વધારે શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
સુરત : પહેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, બાદમાં વાલીઓનું ટોળુ શિક્ષક પર તૂટી પડ્યું
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અંદર ચાલતા શાળાઓમાં અભ્યાસની અંદર કરે અને પોતાની પ્રતિભા બહાર લાવે તેવા હેતુ સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થી ઉચ્ચતમ કૃષિ પ્રદર્શન કરે ત્યાં પસંદગી પામેલ ત્રણ વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે સંસદ તેમજ લાલ કિલ્લાની મુલાકાત કરાવવામાં આવશે.
સુપર 30 ફિલ્મના હીરો દ્વારા ગરીબ અને અભ્યાસ કરવામાં સમર્થ નથી તેવા વિદ્યાર્થીઓને ફિલ્મનો હિરો મફત અભ્યાસ કરાવે છે અને હીરોએ આપેલા શિક્ષણના પાઠથી તે 30 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ આઈ આઈ ટીની પરીક્ષામાં અવવલ નંબરે આવે છે. આ જ ફિલ્મમાંથી પ્રેરણા લઈને શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને દિલ્હીનો પ્રવાસ વિમાન માર્ગે કરાવવામાં આવશે.
ગુજરાત પેટા ચૂંટણી : ઉમેદવારોના ફાઈનલ નામ શ્રાદ્ધ બાદ, અમિત શાહ લગાવશે મહોર!!
વડોદરા શહેરની 105 જેટલી પ્રાથમિક શાળા અંગ્રેજી અને ગુજરાતી એમ બંને માધ્યમની અંદર લગભગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સમગ્ર વિસ્તારની અંદર રહેતા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણા શાળાઓ તરફથી કરવામાં આવે છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની અંદર પડેલી જે પ્રતિભા છે તેને બહાર લાવવા અને અભ્યાસની અંદર વધુ તેજસ્વી બનાવવામાટે બાળકોમાં ઉત્સાહ વધે તે માટે આ પ્રકારનું આયોજન પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. અભિગમને કારણે શિક્ષકો પણ હવે ઉત્સાહી થયા છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહ સાથે અભ્યાસ કરાવી રહ્યા છે.
જાહેરાતમાં ભાજપમાં ગુણગાન ગાઈને વિવાદમાં આવ્યા કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
બરોડા પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ અને સમિતિના સભ્યો દ્વારા આ પ્રકારની પહેલને પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોએ આવકારી છે. આ અભિગમ હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની અભાયસકીય પ્રવૃત્તિઓ સાથે ખેલકુદ વિજ્ઞાન મેળા સહિત ઇતર પ્રવૃતિઓમાં જે બાળક અગ્રેસર રહેશે તેવા વિવિધ ચાર ઝોનમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને તે પેકીના ત્રણ વિદ્યાર્થીઓને તેમના વાલી સાથે વિમાન માર્ગે દિલ્હીનો પ્રવાસ કરાવવામાં આવશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે