સુરત: ઇચ્છાપોર તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનાં મોત, પરિવારમાં આભ ફાટ્યું
શહેરના ઇચ્છાપોર ગામ તળાવમાં ન્હાવા માટે પડેલા બે યુવકો ડુબતા હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હાલ યુવકોની શોઘખોળ આદરી હતી. બંન્ને યુવકોનાં મૃતદેહો મળી આવ્યા છે. ઘટના અંગે ગામમા જાણ થતા ગામલોકોમાં ચકચાર મચી જવા પામી છે.
સુરત : શહેરના ઇચ્છાપોર ગામ તળાવમાં ન્હાવા માટે પડેલા બે યુવકો ડુબતા હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હાલ યુવકોની શોઘખોળ આદરી હતી. બંન્ને યુવકોનાં મૃતદેહો મળી આવ્યા છે. ઘટના અંગે ગામમા જાણ થતા ગામલોકોમાં ચકચાર મચી જવા પામી છે.
સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ઘટના અંગે મળતી માહિતી અનુાર હર્ષ કોસંબીયા નર્સિંગમાં અભ્યાસ કરે છે. જ્યારે ગૌરવ ટેલર ITI માં અભ્યાસ કરે છે. આ બંન્ને યુવકો ઇચ્છાપોર ગામ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જો કે અચાનક તુઓ ડુબવા લાગતા તેમણે બુમાબુમ કરતા ગામલોકો એકત્ર થવા લાગ્યા હતા. ત્યાર બાદ તત્કાલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
સુરતના વરાછા અને કતારગામ બન્યા કોરોના હોટસ્પોટ, તંત્રની ચિંતામાં થયો વધારો
ફાયર વિભાગના જવાનોએ બંન્ને યુવકોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં બંન્નેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારમાં બંન્ને યુવકોનાં મોતના કારણે ગમગીની છવાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગામમાં પણ યુવકોનાં મોત થતા ગમગીની છવાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર