ભાવનગર: તળાજા નજીક બંધ પડેલા ખટારામાં બાઇક ઘુસી જતા 2નાં ઘટના સ્થળે મોત
ભાવનગર જીલ્લાનાં તળાજા - મહુવા નેશનલ હાઇવે પર ઉભી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રિપલ સવારીમાં જઇ રહેલા 3 યુવકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
ભાવનગર : ભાવનગર જીલ્લાનાં તળાજા - મહુવા નેશનલ હાઇવે પર ઉભી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રિપલ સવારીમાં જઇ રહેલા 3 યુવકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર સ્થિતીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર તળાજા - મહુવા હાઇવે પર ટ્રક નંબર GJ 04 X 5914 નંબરનો ખટારો બંધ પડ્યો હતો. જો કે ખટારાનાં ડ્રાઇવરે કોઇ ઇન્ડિકેટર પણ ચાલુ નહોતા રાખ્યા. આ ઉપરાંત આસપાસ કોઇ કોર્ડનિંગ પણ કર્યું નહોતું. જેથી ત્રિપલ સવારી આવી રહેલા યુવકો બંધ ટ્રકમાં ધડાકાભેર ઘુસી જતા 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રીજાને ગંભીર સ્થિતીમાં સારવાર માટે તળાજા ખસેડવામાં આવ્યો હતો.
વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા
વાડીએ પાર્ટી હોવાનાં કારણે ત્રણેય યુવાનો પાર્ટી માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ઘટનામાં હકાભાઇ ગઢવી, હેમુભાઇ ગઢવીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે રામજીભાઇને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તે જણાવ્યા અનુસાર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ નથુભાઇ ભમ્મરનાં ખેતરમાં ભાગ રાખી ચુક્યા છે. પોતાનાં ભાગીયાઓ માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંધ પડેલ ટ્રકમાં બાઇક ઘુસી ગઇ હતી. 2 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
જૂનાગઢ : વિરપુર દર્શને આવેલા યુવાનોને મેંદરડા નજીક અકસ્માતમાં કાળ ભરખી ગયો
ઝડપાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ? હાલ નિષ્ણાંતોનું ચલકચલાણું
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રક માલિક અંગે માહિતી મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. પોલીસ હાલ તે પણ તપાસ કરી રહી છે કે ત્રણેય યુવકો કોઇ પ્રકારનો નશો કરીને ગાડી ચલાવી રહ્યા હતા કે કેમ? હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube