વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા

ગુજરાતમાં વારંવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. આજે જ અમદાવાદમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાં જ વડોદરામાંથી વધારે એક અકસ્માતનાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધાનું સામે આવી રહ્યું છે. 

Updated By: Dec 10, 2019, 09:24 PM IST
વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા

અમદાવાદ : ગુજરાતમાં વારંવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. આજે જ અમદાવાદમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાં જ વડોદરામાંથી વધારે એક અકસ્માતનાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધાનું સામે આવી રહ્યું છે. 

ઝડપાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ? હાલ નિષ્ણાંતોનું ચલકચલાણું

વડોદરાની પોલિટેક્નિક કોલેજ પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પુર ઝડપે આવી રહેલી એક ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધા હતા. રોડના ડિવાઇડર પર કામ કરી રહેલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા.  રોડના ડિવાઇડર પર કામ કરતા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. બે મજુર અને બાળકી સહિત ત્રણ લોકોને ટક્કર મારી હતી. જો કે આ પરિવારને અડફેટે લીધા બાદ કાર ચાલક કાર સહિત ફરાર થઇ ગયો હતો. 

નર્મદા મુખ્ય કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને પછી રમાઇ જીવ સટ્ટોસટ્ટની બાજી

સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી
તમામ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત હાલ નાજુક છે. ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આસપાસનાં સીસીટીવી કબ્જે લઇને પોલીસે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube