સાઉદી અરેબિયામાં ભરૂચ સહિત દેશના 200 યુવાન ફસાયા, PM પાસે માંગી મદદ
જિલ્લાના સહિત દેશના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાની કંપનીમાં ફસાઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ભરત ચુડાસમા/ભરૂચ: જિલ્લાના સહિત દેશના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાની કંપનીમાં ફસાઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાઉદીમાં રોજગારી માટે ગયેલા 200 જેટલા યુવાનોને કંપની દ્વારા 6 મહિનાનો પગાર નહિ આપવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ તમામ યુવાનો દ્વારા મદ માટે એક વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.
ફસાયેલા 200 લોકોમાં મૂળ ભરૂચના યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ યુવાનોને સાઉદીની એક કંપનીમાં ફસાઇ ગયા છે. આ તમામ લોકોની વર્ક પરમીટ અને વિઝા રિન્ય ન કરાતા રોજગારી માટે ગયેલા યુવાનો છેલ્લા 6 મહિનાથી અહિં ફસાઇ ગયા છે. અને મદદ મેળવવા માટે અનેક પ્રયાસો પણ કરી રહ્યા છે.
વધુ વાંચો...નવસારી: કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, મૂક્યું પૈસા ગણવાનું મશીન
વડાપ્રધાન પાસે કરી મદદની અપીલ
સાઇદીમાં ફસાયેલા ભરૂચ અને દેશના અન્ય યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ભારત સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી છે. તથા વડાપ્રધાન મોદી અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને મમદ માટેની અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં તમામ લોકોની કહી રહ્યા છે, કે કંપની અમને લોકોને ઇન્ડિયા મોકલવા માટે કોઇ પણ પ્રકારનો જવાબ નથી આપી રહી. 1 વર્ષથી લોકોના પરિવારને પડી રહેલી તકલીફ અંગે પણ વાત કરવામાં આવી હતી.