અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ કેસનો આખરે ચૂકાદો આવી ગયો છે. આ ચૂકાદો ઐતિહાસિક બની ગયો છે કારણ વિશ્વના ઇતિહાસ પ્રથમવાર એવું બન્યું હશે કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય, UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળવવામાં આવી છે. આ ઉપરાંત 11 આરોપીઓને આજીન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે એમ કુલ 49 આરોપીની સજાનું એલાન કર્યું હતું. સાથે જ  મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1થી 16 નંબર અને 18,19 નંબરના આરોપીઓને ફાંસીની સજા
20,28,31,32,36,37,38,39 નંબરના આરોપીઓને ફાંસી
40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીઓને ફાંસી


અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.


71 મિનિટમાં થયા હતા 21 બ્લાસ્ટ
26 જુલાઈ 2008 શનિવાર સાજના 6.15 વાગે અમદાવાદ આરોપીઓએ પોતાની મેલી મુરાદ પુરી કરી અમદાવાદને લોહીયાળ બનાવી દીધું હતું. અમદાવાદના જુદા-જુદા 20 સ્થળો પર 71 મિનિટમાં 21 જેટલા બ્લાસ્ટ કર્યા હતા. 
શહેરના 20 જેટલા સ્થળોએ આરોપી બોમ્બ મુક્યા હતા. આ ઘટના વખતે 19 સાઇકલ, 2 કાર અને 1 એએમટીએસ બસમાંથી બોમ્બ મળી આવ્યા હતા. આ ઘટનાને આઝમ આપવા માટે વાઘમોરના જંગલોમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આરોપીઓ ટ્રેન મારફતે અમદાવાદ માં આવ્યા હતા. જયારે વિસ્ફોટક સમાન મુંબઈથી કાર મારફતે અમદાવાદ અને સુરત પહોંચાડવામાં આવ્યો હતો. આરોપીએ 19 સાઈકલો ખરીદી હતી અને સ્લીપર સેલનો ઉપયોગ કરી બોબ પ્લાન્ટ કર્યા હતા.


અમદાવાદ સીરીયલ બ્લાસ્ટની ટાઈમ લાઇન
તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર,  ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ  શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં  77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી. 


ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ આ ચૂકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને હજારો પેજના ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બ્લાસ્ટનો ભેદ ઉકેલશો તો દેશ માટે મોટું કામ થશે અને ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી હતી. અનેક રાજ્યોમાં ટિમો મોકલવામાં આવી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. આ કેસના સાક્ષીઓએ પણ બનાવની ગંભીરતા પ્રમાણે જુબાની આપી હતી. 


14 વર્ષની કાયદાકીય લડાઇ બાદ 38 આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળવાવવામાં આવી છે. ફક્ત 10 જ આરોપીઓ મુક્ત થયા છે બાકીના નિર્દોષ આરોપીઓ પણ બીજા રાજ્યોના કેસમાં જેલમાં ટ્રાન્સફર થયા છે. કોઈ કડી વગર આ કેસ ને ઉકેલવો સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે આરોપી શિક્ષિત અને ટેક્નોલોજીના જાણકાર હતા. તેઓ સુરક્ષિત વિસ્તારમાં છુપાયેલા હતા.  ઈન્ડિયન મુજાહિદ્દીન એ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube