ગુજરાત હાઇકોર્ટનો આદેશ: 2017 દ્વારકાની ચૂંટણી રદ, પબુભા માણેકનું ધારાસભ્ય પદ થશે રદ
2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી.
અમદાવાદ: 2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પિટિશનનો આજે ચુકાદો આપતા 82 દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે.
વધુમાં વાંચો: ચૂંટણી ફંડ માટે સુરતના વેપારી પાસે 50 લાખની કરી માગ, પુત્રને મારી નાખવાની આપી ધમકી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દ્વારકા બેઠક પરથી પબુભા માણેકે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને બેઠક પર જીત પણ મેળવી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે. જેન લઇ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.
ત્યારે મેરમણભાઇ ગોરીયાએ તેમના વકીલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જે ફોર્મ ભર્યુ હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઇ વિધાનસભા લડવા માગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પર ચૂંટણી લડી શક્યા હતા.
વધુમાં વાંચો: વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર, મત માંગવા ન આવવાની આપી ચેતવણી
તે દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ તેમના વકિલ દ્વારા આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી છે.