ચૂંટણી ફંડ માટે સુરતના વેપારી પાસે 50 લાખની કરી માગ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક હીરા વેપારીને તેમના પુત્રનો ફોટો બતાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સાથે ચૂંટણી ફંડ માટે રૂપિયા 50 લાખની ખંડણીની માગ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ખંડણી માટે ફોન કરી ધમકાવનાર યુવાનને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ચૂંટણી ફંડ માટે સુરતના વેપારી પાસે 50 લાખની કરી માગ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

ચેતન પટેલ, સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક હીરા વેપારીને તેમના પુત્રનો ફોટો બતાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સાથે ચૂંટણી ફંડ માટે રૂપિયા 50 લાખની ખંડણીની માગ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ખંડણી માટે ફોન કરી ધમકાવનાર યુવાનને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત ખાતે કતારગામ વિસ્તારમાં રહેતા તળશીભાઇ માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક વ્યક્તિ દ્વારા તેમને રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા. અને પોતાના મોબાઇલમાં તેમના પુત્રનો ફોટો બતાવી રૂપિયા 50 લાખની ખંડણીની માગ કરી હતી. જો કે, તળશીભાઇ સતર્ક હતા તેમના દ્વારા આરોપીને અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પરંતુ તે જવાબ આપી શક્યો નહતો. તેથી તે ત્યાંથી ફોન ઉપર સંપર્કમા રહેવાનું કહી ફરાર થઇ ગયો હતો.

ફોન ઉપર અને રૂબરૂ બંને વખત ચૂંટણી ફંડ માટે મુંબઇથી રાણાભાઇએ 50 લાખ માગ્યાની વાત કરતો હતો. ઉપરાતં તે તળશીભાઇના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. સાથે સાથે તે વ્યક્તિએ પોતાનો બેંક એકાઉન્ટ નંબર પણ તળશીભાઇને નાણાં જમા કરાવવા માટે આપી ગયો હતો.

તળશીભાઇએ આ પ્રકારના ફોન આવતા પહેલા તેઓ ગભરાઇ ગયા હતા. પરંતુ બાદમાં તેઓએ હિંમત એકઠી કરી તાત્કાલીક પણે સુરત શહેર પોલીસ કમિશ્નરને મળ્યા હતા. જ્યાંથી તેમને ક્રાઇમબ્રાન્ચ ખાતે મોકલવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા બાદ તળશીભાઇની ફરિયાદ લેવામાં આવી હતી. તથા આ કેસની ઝીણવટ ભરી તપાસ કરી વિગતો પોલીસે એકઠી કરવા માંડી હતી. પોલીસ દ્વારા ફોન નંબરનું લોકેશન સહીતની અન્ય વિગતો મળેવી હતી.

આ ઉપરાંત સાવન દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટ ડિટેલ થકી પણ તાત્કાલિક પણે સાવનનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. લોકેશન મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલીક પણે સાવનની ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સાવનને જણાવ્યું હતું કે, અગાઉ તે તળશીભાઇના દિકરાને મળ્યો હતો. જ્યારે તેનો ફોટો તેના દ્વારા પાડવામાં આવ્યો હતો. આ જ ફોટો બતાવી સાવન તળશીભાઇને ધમકાવી રહ્યો હતો.

સુરત ખાતે રહેતા તળશીભાઇ નાણાકીય સુખ ધરાવતા હોવાને કારણે સાવનને સરળતાથી નાણા મળી જશે એવું લાગતા તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. સાવન છેલ્લા ઘણા સમયથી બેકાર હોવાના કારણે તેને તાત્કાલીક ઘનવાન બનાવવાના સપના જોયા અને તે સપનાના ભોગે આજે સાવન જેલમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news