2020 પડકારજનક, 2021 નું વર્ષ આશાસ્પદ પરંતુ ગુજરાતે ખુબ જ સારી લડત આપી છે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 72માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વડોદરાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો હતો. રાષ્ટ્ર વંદના કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 2020 પડકારોનું વર્ષ હતુ. 2021નું વર્ષ નવી આશાઓ લઇને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે. વડાપ્રધાનની કુશાગ્રતાને કારણે ભારત કોરોના રસી બનાવવા બાબતે ન માત્ર સફળ રહ્યું પરંતુ અન્ય દેશોને મદદ કરવા માટે પણ સમર્થ બન્યું છે. સ્વદેશી રસીના કારણે દેશને અબજો રૂપિયાનો ફાયદો થયો છે.
વડોદરા : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 72માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વડોદરાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો હતો. રાષ્ટ્ર વંદના કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 2020 પડકારોનું વર્ષ હતુ. 2021નું વર્ષ નવી આશાઓ લઇને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે. વડાપ્રધાનની કુશાગ્રતાને કારણે ભારત કોરોના રસી બનાવવા બાબતે ન માત્ર સફળ રહ્યું પરંતુ અન્ય દેશોને મદદ કરવા માટે પણ સમર્થ બન્યું છે. સ્વદેશી રસીના કારણે દેશને અબજો રૂપિયાનો ફાયદો થયો છે.
ગુજરાતી કલાકારો દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવી ગણતંત્ર દિવસની ઉજવણી
નીતિન પટેલે જણાવ્યું કે, 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાની સ્થિતીની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂર જણાય તે પ્રકારે છુટછાટો જન જીવનને સામાન્ય કરવા માટે આપી છે. રાજ્યનાં 4 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂં છે. તેવા સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે તહેવારો અને ઉત્સવો ભારત સરકારની ગાઇડલાઇનની મર્યાદામાં રહીને સંયમીત રીતે ઉજવણી સહયોગ આપવા માટે ગુજરાતનાં નાગરિકોને અભિનંદન આપતા આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ભંડેરી કોર્પોરેશનમાં IT ના દરોડા, કરોડોના વ્યવહારના દસ્તાવેજો જપ્ત, માલિકે કોમ્પ્યુટર તોડી નાખ્યા
આ ઉપરાંત પટેલે જણાવ્યું કે, કોરોનાનાં રસીકરણનું કામ સમગ્ર દેશમાં પુરૂ થઇ જાય અને વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતને કોરોના મુક્ત જાહેર કરે ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની તકેદારીઓ સહુએ પાળવી પડશે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠલ ગુજરાતે કોરોના નિયંત્રણ અને લોકોનાં જીવન રક્ષા માટેનું ઉત્તમ કામ કર્યું છે. WHO દ્વારા પણ ગુજરાતની કામગીરીને પ્રમાણિત કરવામાં આવી તે ખુબ જ ગૌરવની બાબત છે. જો કે તેમણે કહ્યું કે, 2021નું વર્ષ નવી આશાઓનું વર્ષ છે. આ વર્ષે દેશ અનોખી ઉંચાઇઓને પ્રાપ્ત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube