ગુજરાતી કલાકારો દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવી ગણતંત્ર દિવસની ઉજવણી
Trending Photos
અમદાવાદ : આજે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. સમગ્ર દેશનાં સેલેબ્રિટી દ્વારા અલગ અલગ પ્રકારે દેશને અનોખા અંદાજમાં નમન કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાતીઓ પણ કેમ પાછળ રહી જાય. ગુજરાતી કલાકારો દ્વારા પણ એક સંયુક્ત ગીત બનાવવામાં આવ્યું હતું. જે 26મી તારીખનાં દિવસે રિલિઝ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે દેશનાં નામે એક સંદેશ આપવાના હેતુથી ગુજરાતના તમામ જાણીતા ચહેરાઓએ આ ગીતમાં પોતાની દેશભક્તિ પ્રકટ કરી છે.
આ ગીતને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લા અને જયેશ પટેલ દ્વારા શુકુલ મ્યુઝીકની આ ખાસ દેશભક્તિથી તરબોળ ગીત છે. દેશની અખંડતા અને ગરીમાનું રક્ષણ કરતા સરહદ પર આપણી રક્ષા કરી રહેલા બહાદુર સૈનિકોને દેશના જાગૃત નાગરિકો તરફથી આભાર વ્યક્ત કરતુ આ અનોખુ ગીત છે. આ ગીતમાં મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્રા ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આ ગીતમાં મ્યુઝિક આપ્યું છે. તેમજ ગીતના ગાયક એન્ડ કંપોઝર છે આદિત્ય માધવાણી જેવા અનેક કલાકારો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે