મહેસાણાના શુકનના મેળામાં થઈ 2024 ની મોટી ભવિષ્યવાણી, ફૂલ અને અનાજ પરથી કરાયો વરતાળો
2024 Prediction : મહેસાણાના પ્રખ્યાત ઐઠોરના શુકન મેળામાં જવાનું ભૂલતા નહીં, અહીં ગામના વડીલો અને નાયકો દ્વારા ફૂલ-અનાજ પરથી કઢાય છે વર્ષનો વરતાળો, જાણો શું છે ઈતિહાસ?
Mehsana News તેજસ દવે/મહેસાણા: મહેસાણાના સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના ધામ એવા ઐઠોર ગામે ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. ત્યારે આ વર્ષના મેળામાં 2024 ના વર્ષનો વરતાળો કાઢવામાં આવ્યો છે. ત્યારે ગામના વડીલો દ્વારા આ વર્ષની શું ભવિષ્યવાણી કરાઈ તે જોઈએ.
આ વર્ષનો વરતાળો
ઐઠોર ગણપતિ દાદા મંદિર ખાતે આગામી વર્ષ ફળ નીચે મુજબ વરતાળો નીકળ્યો. જે નીચે મુજબ છે.
- - વરસાદ સારો રહેશે
- - ચોમાસાનું આગમન વહેલું થશે
- - વર્ષ એકંદરે ૧૦ આની રહેશે
- - રવિપાક સારો રહેશે
- - વર્ષ એકંદરે શાંતિમય રહેશે
- - રાજકીય પરિસ્થિતિ મજબૂત રહેશે
કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, 9 મહિના પહેલા ગયેલા મિતને રસ્તા પર આવ્યું મોત
કેવી રીતે કરાય છે વરતાળો
પહેલા આ મેળામાં બત્રીસીના શુકન પણ જોવાતા હતા. તે ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલો અને બહાર ગામથી આવતા વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું. પરંતુ, વાણીની આપ-લે માં ઘણી વખત ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતા હવે ગામના વડીલો અને નાયાક્ભાઈઓ સાથે મળીને ફૂલો અને અનાજના શુકન જુએ છે. અને શુકન પ્રમાણે તલાટી શુકન લખતા જાય છે. ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનું વર્ષફળ એટલેકે વરતાળો કાઢવામાં આવે છે.
વરસાદની આગાહી : ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવશે
શું છે આ શુકન મેળાનો ઈતિહાસ?
ત્રી-દિવસીય શુકન મેળામાં વર્ષફળ જોવાય છે. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરાય છે. ફૂલ અને અનાજ પરથી વર્ષનો વરતાળો કઢાય છે. દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે.
ગામના વડીલો અને નાયાક્ ભાઈઓ સાથે મળીને ફૂલો અને અનાજના શુકન જુએ છે. શુકન પ્રમાણે તલાટી શાહીની કલમથી શુકન લખતા જાય છે. રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનો વરતાળો કાઢવામાં આવે છે.
અહીં દર વર્ષે ચૈત્ર સુદ ૩, ૪ અને ૫નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર ૯૦૦ વર્ષ જુનું છે. ત્રણ દિવસ યોજાતા ભવ્યાતિભવ્ય શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે.
આ વર્ષે માર્કેટમાં મોંઘી મળશે કેરી! ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોએ આપ્યા ખરાબ સમાચાર